નવા વાડજ વોર્ડમાં સ્વાતંત્ર્ય સેનાની નગર ખાતે ભાજપના મ્યુનિસિપલ કાઉન્સીલર ભાવનાબહેન હસમુખભાઇ વાઘેલા, વિજયભાઇ પંચાલ, લલિતાબહેન મકવાણા, નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી હર્ષદભાઇ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલા, બળદેવભાઇ દેસાઇ, સ્વાતંત્ર્ય સેનાની નગરના પ્રમુખ રમેશભાઇ ગીડવાણી સહિતના આગેવાનોની હાજરીમાં વૃક્ષારોપણ થકી ઓકિસજન પાર્ક ઉભુ કરવાનો સુંદર પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે ભાજપ દ્વારા આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજાયા
કોરોના મહામારીના કપરા કાળમાં આપણને ઓકિસજનની કિંમત સમજાઇ, તેથી હવે વૃક્ષોની વાવણી અને તેના જતન થકી પર્યાવરણીય જાળવણી અનિવાર્ય
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.20
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે ભાજપ દ્વારા આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ભાજપના સ્થાનિક આગેવાનો, નેતાઓ, કાઉન્સીલરો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણના આ કાર્યક્રમો મારફતે સમાજમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જતન, શુદ્ધ વાતાવરણ અને કુદરતી ઓકિસજનની પ્રાપ્યતા વધારવાનો અનોખો સામાજિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના લોકસભા મતવિસ્તારમાં તેમ જ રાજયના મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલના વિધાનસભા મત વિસ્તારમાં એવા અમદાવાદના નવા વાડજ વોર્ડમાં સ્વાતંત્ર્ય સેનાની નગરના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ થકી એક અનોખા ઓકિસજન પાર્કના નવા કન્સેપ્ટને સાકાર કરવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.
આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના નવા વાડજ વોર્ડના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સીલર ભાવનાબહેન હસમુખભાઇ વાઘેલા, વિજયભાઇ પંચાલ, લલિતાબહેન મકવાણા, નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી હર્ષદભાઇ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલા, બળદેવભાઇ દેસાઇ, સ્વાતંત્ર્ય સેનાની નગરના પ્રમુખ રમેશભાઇ ગીડવાણી, સ્થાનિક પૂર્વ કાઉન્સીલર જીગ્નેશ પટેલ, મનુભાઇ ભરવાડ, દક્ષાબહેન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણના કાર્યક્રમને બહુ સરસ રીતે સફળ બનાવ્યો હતો. ભાજપના આગેવાનો, સ્થાનિક કાર્યકરો અને સ્વાતંત્ર્ય સેનાની નગરના રહીશોએ વૃક્ષો વાવો…પર્યાવરણ બચાવો, વૃક્ષોનુ જતન કરો…પર્યાવરણની રક્ષા કરો…, ભારત માતા કી જય,…વંદે માતરમ…વંદે માતરમના નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું અને વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને પર્યાવરણની સુરક્ષાનો અનોખો સામાજિક સંદેશો પ્રસરાવ્યો હતો.
આ પ્રસંગે નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી હર્ષદભાઇ પટેલ અને સ્થાનિક કાઉન્સીલર વિજયભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણના કાર્યક્રમ થકી શહેરના દરેક વિસ્તારોમાં અને રાજયમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પર્યાવરણની સુરક્ષા અને સમતુલા જાળવવાનો આ અનોખો પ્રયાસ ભાજપ દ્વારા હાથ ધરાયો છે. ખાસ કરીને તાઉતે વાવાઝોડાથી શહેર સહિત રાજયભરમાં વૃક્ષો ધરાશયી થઇ જવાની જે ઘટનાઓ બની હતી, તેને લઇ વૃક્ષોની વાવણીથી વૃક્ષોની સંખ્યાનું બેલેન્સ પણ જાળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
દરમ્યાન સ્વાતંત્ર્ય સેનાની નગરના પ્રમુખ રમેશભાઇ ગીડવાણી અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વિકાસની રફતાર રોકેટ ગતિએ આગળ વધી રહી છે. ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ગુજરાત અને આપણું રાષ્ટ્ર વિકાસ, સફળતા અને ઉઁચાઇઓના એક પછી એક નવા શિખરો સર કરી રહ્યું છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને પર્યાવરણની જાળવણી માટેના જે બહુમૂલ્ય સંદેશા આપ્યા છે તેને આગળ ધપાવવા અને આ બાબતને લઇ સમાજમાં પણ એક જાગૃતિ આવે તે હેતુથી આજે સ્વાતંત્ર્ય સેનાની નગરના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ થકી એક અનોખા ઓકિસજન પાર્કને આયામ આપવાનો પ્રયાસ કરાયો છે.
સ્વાતંત્ર્ય સેનાની નગરના પ્રમુખ રમેશભાઇ ગીડવાણીએ ખાસ ધ્યાન દોર્યું કે, ઓકિસજન પાર્ક એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે, આપણે જોયું કે, કોરોના કાળમાં ખાસ કરીને મહામારીએ જયારે માઝા મૂકી અને એક તબક્કે ઓકિસજનની જે ભયંકર અછત અને તંગી વર્તાઇ ત્યારે ઓકિસજનની કિંમત માનવજીવનને સમજાઇ હતી. તેથી વૃક્ષોની વાવણી અને તેના જતન થકી કુદરતી ઓકિસજન લોકોને વાતાવરણમાંથી જ પ્રાપ્ય બને એટલું જ નહી, સમગ્ર પર્યાવરણ અને વાતવરણ પણ શુધ્ધ, હરિયાળુ અને ઓકિસજનમય બની રહે તેવા ઉમદા આશયથી આ પ્રકારના ઓકિસજન પાર્ક ઉભા કરાય તે જરૂરી છે. ભાજપ દ્વારા તેમના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજીના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું જે આયોજન કરાયું તે ખરેખર પ્રશંસનીય, સરાહનીય અને ધન્યવાદને પાત્ર છે. આ પ્રકારના વૃક્ષારોપણ થકી આપણે કુદરતી ઓકિસજન પાર્ક ઉભા કરી લોકોને એક નવું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપી શકીએ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નવા વાડજ વોર્ડના મહિલા કાઉન્સીલર શ્રીમતી ભાવનાબહેન વાઘેલા અને લલિતાબહેન મકવાણાએ જણાવ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજીના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે વૃક્ષારોપણના કાર્યક્રમનું આજનું આયોજન ખરેખર સફળ અને પ્રેરણારૂપ રહ્યું છે. ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપરાંત, સ્થાનિક રહીશો અને સિનિયર સીટીઝન્સનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો છે, જે સૂચવે છે કે, હવે લોકોમાં વૃક્ષોની વાવણી, તેના જતન અને પર્યાવરણને લઇ લોકજાગૃતિ વધી રહી છે અને તે જરૂરી પણ છે. કોરોના મહામારીએ આપણને ઘણું બધુ શીખવ્યું છે અને તેથી હવે વૃક્ષો અને પર્યાવરણની જાળવણીનો સામાજિક સંદેશો સાચા અર્થમાં સૌકોઇએ ચરિતાર્થ કરવો જોઇએ.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના નવા વાડજ વોર્ડના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સીલર ભાવનાબહેન હસમુખભાઇ વાઘેલા, વિજયભાઇ પંચાલ, લલિતાબહેન મકવાણા, નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી હર્ષદભાઇ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી હસમુખભાઇ વાઘેલા, બળદેવભાઇ દેસાઇ, સ્વાતંત્ર્ય સેનાની નગરના પ્રમુખ રમેશભાઇ ગીડવાણી, સ્થાનિક પૂર્વ કાઉન્સીલર જીગ્નેશ પટેલ, મનુભાઇ ભરવાડ, દક્ષાબહેન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણના કાર્યક્રમને બહુ સરસ રીતે સફળ બનાવ્યો હતો. ભાજપના આગેવાનો, સ્થાનિક કાર્યકરો અને સ્વાતંત્ર્ય સેનાની નગરના રહીશોએ વૃક્ષો વાવો…પર્યાવરણ બચાવો, વૃક્ષોનુ જતન કરો…પર્યાવરણની રક્ષા કરો…, ભારત માતા કી જય,…વંદે માતરમ…વંદે માતરમના નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. જેમાં સ્વાતંત્ર્ય સેનાની નગરના સ્થાનિક રહીશો, સિનિયર સીટીઝન્સ અને જાગૃત નાગરિકો પણ જોડાયા હતા.