ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ એસ એમ ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ એસ એમ ઈ સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.6
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર સુશ્રી ગ્રેસ અકેલ્લો(Ms.Grace Akello) એ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી.
ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ એસ એમ ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ એસ એમ ઈ સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા અને ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ યુગાન્ડાના હાઈ કમિશનરની ટીમને ગુજરાતના એમ એસ એમ ઇ કમિશનરેટ ની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
ખાસ કરીને ગુજરાતમાં એમ એસ એમ ઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમીશનનો જે નવીન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમ એસ એમ ઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણી એ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી. ઉદ્યોગના અધિક મુખ્યસચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, એમ એસ એમ ઇ કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષ બીના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.