પથિક લીંબાચીયા, અમદાવાદ:
08 નવેમ્બર 2026:
કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા હવન, હવન પૂર્ણાહુતિ અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો.

મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર આ ધાર્મિક કાર્યક્રમમાં આશરે ૧,૦૦૦ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે યોજાયેલી મહાઆરતીમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ તમામ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ભક્તોએ શ્રી નીબ કરૌરી બાબા અને હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #pecialreligiousprogramatShriSankatmochanHanuman’sBakrauriBabatempleinRanchardaontheoccasioofKalichowda



