- કોમી તોફાનો વખતે મંદિર પર એમઇ-32 બોંબ ફેંકાયા હતા, છતાં માતાજીના ચમત્કારથી મંદિર કે મૂર્તિને ઉંની આંચ પણ આવી ન હતી
- આઠમને લઇ શહેરના વિવિધ માંઇ મંદિરોમાં વિશેષ હોમ-હવન, પૂજા-યજ્ઞ અને મહાઆરતીના આયોજનો, ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના અંબાજી મંદિર, માધુપુરા અંબાજી મંદિર સહિતના મંદિરો ઝળહળતી રોશની અને અન્ય સુશોભિત આકર્ષણોથી દીપી ઉઠયા
અમદાવાદ: 17 ઓક્ટોબર 2026:
નવરાત્રિ પર્વની સૌથી મોટી અને અનન્ય શાસ્ત્રોક્ત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિતે શહેરના વિવિધ વિસ્તારોમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં આઠમ નિમિતે વિશેષ પૂજા, હોમ, હવન અને નવચંડી યજ્ઞા સહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સુપ્રસિધ્ધ ભદ્રાકાળી મંદિર, ધનાસુથારની પોળના ૮૦૭ વર્ષ કરતાં પણ અતિ પ્રાચીન અંબાજી મંદિર, ભુલાભાઇ પાર્ક ખાતે બહુચર માતાજી, માધુપુરાના અંબાજી માતાજી સહિતના વિવિધ મંદિરોમાં આઠમ નિમિતે માતાજીના અુત શણગાર, પૂજા, મહાઆરતી, શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદ સહિતના ધામક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

નવરાત્રિ દરમ્યાન અષ્ટમીની પૂજા-આરાધનાનું બહુ મોટુ, વિશેષ અને ચમત્કારિક મહાત્મ્ય હોવાથી શહેરના આ માતાજીના મંદિરોમાં આઠમ અને નોમ દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે.
આઠમ-નોમને લઇને શહેરના અંબાજી માતાજી સહિત વિવિધ મંદિરો ઝળહળતી રોશની સહિતના આકર્ષણોથી સુશોભિત અને સજ્જ કરવામાં આવ્યા છે. શહેરના ધનાસુથારની પોળના ૮૦૭ કરતાં પણ અતિપ્રાચીન અને ચમત્કારિક અંબાજી માતાજીના મંદિર સાથે જોડાયેલો ચમત્કારિક અને રોચક ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. ધનાસુથારની પોળના ઐતિહાસિક અંબાજી મંદિરના ગાદીપતિ દિપેનભાઇ ભૂપેન્દ્રભાઇ ભટ્ટના જણાવ્યા મુજબ, સદીઓ પૂર્વે જયાંથી સાબરમતી નદી વહેતી હતી,તે હાલના માણેકચોક અને ફર્નાન્ડીજ બ્રિજ વિસ્તારમાં કોતરો હતો અને હાલના રિલીફ રોડ અને ગાંધી રોડનો વિસ્તાર પણ ખુલ્લો અને જંગલ જેવો હતો એ અરસામાં આ મંદિર અને મૂતની સ્થાપના થયા હોવાનું મનાય છે. લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજીના સંશોધનકારોના મત મુજબ, ધનાસુથારની પોળ સ્થિત મા અઁબાજીની આ મૂત સદીઓ પુરાણી છે અને મંદિર પણ એટલુ જૂનું છે.
તેમણે ઉમેર્યુ કે, આ મંદિરનો ૨૧૨ વર્ષ પૂર્વે જીર્ણોધ્ધાર કરાયો હતો. અગાઉના કોમી તોફાનો દરમ્યાન આ મંદિર પર એમઇ-૩૨ પ્રકારના બોંબ પણ ફેંકાયા હતા પરંતુ માતાજીનો ચમત્કાર એટલો જબરદસ્ત હતો કે, મંદિર કે મૂતને ઉની આંચ પણ આવી ન હતી. ધનાસુથારની પોળ સ્થિત આ અંબાજી મંદિર શહેરનું એકમાત્ર એવું મંદિર છે, જયાં નવરાત્રિ દરમ્યાન આઠમ સુધી રોજ માતાજીની ૧૦૮ દિવાઓની આરતી ઉતારવામાં આવે છે. તા.૧૯મી ઓકટોબરના રોજ સોમવારે આઠમ નિમિતે રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી વિશેષ મહાયજ્ઞા અને હવન યોજાશે. સતત પાંચ કલાક સુધી ચાલતા આ નવચંડી મહાયજ્ઞામાં સવારે પાંચ વાગ્યે શ્રીફળ હોમાશે. બીજા દિવસે નોમ(નવમી)ના રોજ હજારો શ્રધ્ધાળુ ભકતો યજ્ઞાકુંડની ભસ્મ લેવા પડાપડી કરતા હોય છે કારણ કે, નવરાત્રિની આઠમના આ મહાયજ્ઞા અને તેની ભસ્મનું ચમત્કારિક મહત્વ હોઇ શ્રધ્ધાળુઓમાં આખુ વર્ષ પોતાની તિજોરી, ધંધા-રોજગારના સ્થળોએ સંગ્રહી રાખે છે.
ભગવાન શ્રીરામે પણ આઠમના દિવસે હવન કર્યો હતો
માં શક્તિની આરાધનામાં આઠમનું વિશેષ અને અનોખું મહાત્મ્ય હોઈ આ દિવસે માતાજીની ખાસ પૂજા, આરાધના, હોમ, હવન, યજ્ઞા કે ઉપવાસ, જપ દ્વારા ચમત્કારિક કૃપા પ્રાપ્ત કરી શકાય છે. દેવી ભાગવત અનુસાર, આઠમના હોમ હવન અને યજ્ઞાનો જબરદસ્ત મહિમા છે. શા મુજબ, ખુદ ભગવાન શ્રીરામચંદ્રજીએ આઠમના દિવસે વિશેષ હોમ-હવન કરી માતાજીને પ્રસન્ન કરી તેમની કૃપા-આશીર્વાદ મેળવ્યા હતા. જે શ્રદ્ધાળુ ભક્તો નવરાત્રિ દરમિયાન નવે નવ દિવસ પૂજા, ભક્તિ, તપ, જપ, ઉપવાસ કે હોમ-હવન ના કરી શક્યા હોય તેઓ પણ જો માત્ર આઠમની પૂજા અને ઉપવાસ કરે તો, તેમને માતાજીની અનન્ય કૃપા અને અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
અષ્ટમીએ મહાગૌરી પૂજાનો બહુ મોટો અને વિશેષ મહિમા
નવદુર્ગા સ્વરૃપોમાં મહાગૌરી પૂજાનો પણ અનોખો મહિમા શાોમાં વર્ણવાયો છે. આ એ જ ગૌરી છે કે જેમણે ખૂબ આકરી તપશ્ચર્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમને પામ્યા હતા. આકરી તપશ્ચર્યાના લીધે તેમનો દેહવર્ણ શ્યામ પડી ગયો ત્યારે ભોળાનાથે અમૃત જળના છંટકાવ કરતાં માતાજીનું રૃપ અદ્ભુત પ્રકારે નિખર્યું હતું. અત્યંત તેજસ્વી અને ગૌરવર્ણ પ્રાપ્ત થવાના કારણે તેઓ મહાગૌરી સ્વરૃપે પૂજાયાં. મહાગૌરીની પૂજાથી અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થતી હોવાથી તે સિદ્ધિદાત્રી પણ કહેવાય છે, શાોમાં તેનું વર્ણન છે. નોમના દિવસે નવદુર્ગાના સિધ્ધિદાત્રી સ્વરૃપની પૂજા-આરાધનાનું મહાત્મ્ય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #TheHistoryofthe807-year-oldAmbajiTempleofDhanaSutharniPol #ahmedaba



