પથિક લીંબાચીયા, અમદાવાદ:
18 સપ્ટેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડૉ. ધીમંત પુરોહિત (એડિટર ઇન ચીફ, www.newzviewz.com) દ્રારા ક્યુરેટ કરાયેલ “ચિઠ્ઠી આઈ હૈ: ઇન્ડિયાઝ પોસ્ટલ હેરિટેજ” થીમ પર એક વિશેષ પ્રદર્શનનું આયોજન શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બરથી રવિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છે.

ડૉ. ધીમંત પુરોહિતે જણાવ્યું હતું કે આ પ્રદર્શન ભારતના સમૃધ્ધ ટપાલ વારસાને ઉજાગર કરે છે, જેમાં સંદેશાવ્યવહારમાં ક્રાંતિ લાવનાર ભારતીય પોસ્ટકાર્ડસનો દુર્લભ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ શ્રી ગણેશ વી. સવાલેશ્વરકર (ચીફ પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત સર્કલ, ટપાલ વિભાગ, ભારત સરકાર) અને અતિથિ વિશેષ ડૉ. શિવાંગ સ્વામિનારાયણ (ગુજરાતના આદરણીય રાજ્યપાલશ્રીના માનનીય તબીબ, ટિકિટ સંગ્રહક અને ઉત્સાહી પોસ્ટકાર્ડ સંગ્રહક) દ્રારા કરવામાં આવ્યું હતું.
શ્રી ગણેશ વ. સાવલેશ્વરકરે જણાવ્યું હતું કે પોસ્ટકાર્ડ્સ જ્ઞાનના આદાન-પ્રદાન અને હેરીટેજ સંરક્ષણના માધ્યમ તરીકે સેવા આપે છે, કે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુગમાં ડિજિટલ ડિટોક્સ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડૉ. શિવાંગ સ્વામિનારાયણે ઉમેર્યું હતું કે પોસ્ટકાર્ડ્સ ભારતના વારસાનો એક અભિન્ન ભાગ છે, અને ડિજિટલ યુગમાં પણ પોસ્ટકાર્ડ્સ અને ટપાલ વિભાગે સંચાર માટે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખેલ છે.
આ પ્રદર્શન શનિવાર, ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬થી રવિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દરરોજ સાંજે ૪:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #LetterIHai:ExhibitiononIndiasPostalHeritage #AhmedabadManagementAssociation #PostalHeritegeofIndia #ChitthiAayiHai #ama #amaindia



