પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 સપ્ટેમ્બર 2026:
Delhi Public School – Bopal, અમદાવાદના Class VI ની હોનહાર વિદ્યાર્થીની આશ્વી સિંહે ‘Gujarat State Chess Championship’ ની Under-15 કેટેગરીમાં શાનદાર 3rd position મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધા અમદાવાદના Sports Club ખાતે યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉત્સાહી અને પ્રતિભાશાળી યુવા ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આશ્વીનું આ શાનદાર પ્રદર્શન તેની રમત પ્રત્યેની સૂઝબૂઝ, એકાગ્રતા અને સમર્પણભાવ દર્શાવે છે. તેની આ સિદ્ધિ ‘DPS-Bopal પરિવાર’ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને તે વર્ગખંડ બહાર પણ વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવા માટે શાળાની કટિબદ્ધતા સાબિત કરે છે.
શાળા આશ્વીને તેની આ અદભુત સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યની તમામ રમતગમતની પ્રવૃત્તિઓમાં તે આવી જ પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #DPS-BopalAhmedabadStudentSecuresPodiumFinishatGujaratStateChessChampionship #DelhiPublicSchool-Bopal



