માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠન અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ દિવ્યમ દ્વારા RTO અમદાવાદના સહયોગથી વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતા લીંબાચીયા, અમદાવાદ:
17 સપ્ટેમ્બર 2026:
સમાજસેવા અને દિવ્યાંગજન માટેના ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માનિત શ્રી સમીર કક્કડ, શ્રી બંકિમ પાઠક તથા શ્રી રણજીત ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતાં.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગજનોને સન્માન અને ગૌરવ સાથે સમાજની મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસોને નવી દિશા આપી છે. “વિકલાંગ”ના સ્થાને “દિવ્યાંગ” શબ્દને પ્રચલિત કરીને દિવ્યાંગજન પ્રત્યે સન્માનની ભાવનાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
દિવ્યાંગજન માટે સુરક્ષિત અને સ્વતંત્ર મોબિલિટી અત્યંત જરૂરી છે. આ ક્ષેત્રમાં RTO અમદાવાદ દ્વારા આપવામાં આવતી સેવાઓ અને સહયોગ દિવ્યાંગજનને સ્વાવલંબી બનવામાં મહત્વપૂર્ણ બની શકે છે. આવા પ્રયાસોથી “સુગમ્ય ભારત – સશક્ત ભારત”ના સંકલ્પને વધુ વેગ મળે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #PM #NarendrabhaiModi #HappyBirthdayNarendrabhai #vikshitBharat #Bharat



