- પ્રદર્શન: શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બરથી રવિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ
સમય: સાંજે ૪:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી
પથિક લીંબાચીયા, અમદાવાદ:
18 સપ્ટેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બરથી રવિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ડૉ. ધીમંત પુરોહિત (એડિટર ઇન ચીફ, www.newzviewz.com) દ્રારા ક્યુરેટ કરાયેલ “ચિઠ્ઠી આઈ હૈ: ઇન્ડિયાઝ પોસ્ટલ હેરિટેજ” થીમ પર એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન ભારતનો સમૃધ્ધ ટપાલ વારસો દર્શાવે છે, જેમાં સંદેશાવ્યવહારમાં ક્રાંતિ લાવનાર ભારતના પોસ્ટકાર્ડનું દુર્લભ પ્રદર્શન સામેલ છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મુખ્ય અતિથિ શ્રી ગણેશ વી. સવાલેશ્વરકર (ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ટપાલ વિભાગ, ભારત સરકાર) અને અતિથિ વિશેષ ડૉ. શિવાંગ સ્વામિનારાયણ (ગુજરાતના આદરણીય રાજ્યપાલશ્રીના માનનીય તબીબ, ટિકિટ સંગ્રહક અને ઉત્સાહી પોસ્ટકાર્ડ સંગ્રહક) દ્રારા કરવામાં આવશે.
આ પ્રદર્શન શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬થી રવિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દરરોજ સાંજે ૪:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
આપને આ પ્રદર્શનમાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ છે. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #LetterIHai:ExhibitiononIndiasPostalHeritage #AhmedabadManagementAssociation #PostalHeritegeofIndia #ChitthiAayiHai #ama



