પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 સપ્ટેમ્બર 2026:
અમદાવાદના વિકસિત રેસિડેન્શિયલ અને કમર્શિયલ વિસ્તાર પ્રહલાદનગરમાં ઝાયડસ હૉસ્પિટલ્સ દ્વારા ઝાયડસ ફેમિલી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓ સહિત આસપાસના વિશાળ જનસમુદાયને સુલભ, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્યસંભાળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે.
વિવિધ વિસ્તારોમાં ક્લિનિક્સ સ્થાપવાના નિશ્ચય સાથે, ઝાયડસે દર્દીઓને દરેક સ્તરે સાચું માર્ગદર્શન અને પારદર્શિતા મળી રહે તે રીતે આ વારસાને સતત આગળ વધારતા, અમદાવાદનાં શેલા, ચાંદખેડા બાદ પ્રહલાદનગરમાં ઝાયડસ ફેમિલી ક્લિનિકની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ ઝાયડસ ગ્રૂપનો ધ્યેય આગામી સમયમાં રાજ્યભરમાં બહુવિધ ફેમિલી ક્લિનિક્સ શરૂ કરવાનો છે.

આ ક્લિનિકમાં અનુભવી નિષ્ણાત ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડૉ. મિહિર રેશમવાલા, પીડિયાટ્રિશિયન ડૉ. સાગર પટેલ તેમજ અન્ય સ્પેશ્યલાઇઝ્ડ ડૉક્ટર્સની કન્સલ્ટન્સીની (OPD) સાથે વેક્સિનેશન, એક્સ-રે, ડે કેર, ECG, એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક લેબ, મોર્ડર્ન સ્પેશ્યિલ ફાર્મસી તથા PFT (ફેફસાંનો ટેસ્ટ) જેવી વિવિધ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ઘરઆંગણે સેમ્પલ કલેક્શન અને દવાઓની ડિલિવરીની વ્યવસ્થા પણ છે. મોટા પ્રમાણમાં દરેક દર્દીને પ્રાથમિક આરોગ્યસંભાળનો લાભ મળી રહે તે માટે આ સેવાઓ અને OPD કન્સલ્ટેશન ચાર્જ અફોર્ડેબલ દરે મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ઝાયડસ ફેમિલી ક્લિનિકનો ઉદ્દેશ માત્ર બીમારીની સારવાર સુધી સીમિત ન રહીને પ્રિવેન્ટિવ હેલ્થકેર અને કોમ્યુનિટી હેલ્થકેરને પ્રોત્સાહન આપવાનો પણ છે. સમયસર તપાસ, યોગ્ય તબીબી માર્ગદર્શન અને પ્રાથમિક સ્તરે જરૂરી સારવાર ઉપલબ્ધ થાય; તેનાથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની દિશામાં પણ આ પહેલ મહત્વપૂર્ણ બની રહેશે.
ઝાયડસ હૉસ્પિટલ્સ લાંબા સમયથી ગુજરાતમાં આરોગ્યસંભાળ ક્ષેત્રે કાર્યરત છે. આ ગ્રૂપ દ્વારા ગુજરાતભરમાં મલ્ટી-સ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલ્સ મારફતે વિવિધ મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઝાયડસ ફેમિલી ક્લિનિક્સના વિસ્તરણ દ્વારા આ જ આરોગ્યસેવાને હૉસ્પિટલની બહાર, લોકોના રોજિંદા જીવનની વધુ નજીક લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ZydusExpandsCommunityHealthcarewithNewFamilyClinicinPrahladnagar #ZydusHospital



