- જયપુરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા કેટરિંગ ફેડરેશનના સમારોહમાં મળ્યું સન્માન
પથિક લીંબાચીયા, અમદાવાદ:
04 ઓગસ્ટ 2026:
અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક અમૃત ભુપેશ પ્રજાપતિને કેટરિંગ ક્ષેત્રમાં આપેલી ઉત્કૃષ્ટ અને ગુણવત્તાસભર સેવાઓ બદલ રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ‘બેસ્ટ કેટરિંગ સર્વિસ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા કેટરિંગ ફેડરેશનના ભવ્ય સન્માન સમારોહમાં દેશભરના પસંદગીના કેટરિંગ ઉદ્યોગસાહસિકોની હાજરી વચ્ચે અમૃત પ્રજાપતિને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમની વર્ષોની મહેનત, વ્યવસાયિક પ્રતિબદ્ધતા અને ગુણવત્તાસભર સેવાઓની રાષ્ટ્રીય સ્તરે થયેલી કદરનું પ્રતિબિંબ છે.

સમારોહમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સતીશ પૂનિયા તેમજ ફેડરેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીના હસ્તે તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કેટરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ અને ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો.
હાલ અમદાવાદમાં સફળતાપૂર્વક કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અમૃત પ્રજાપતિએ ગુણવત્તાસભર સેવા, ગ્રાહક સંતોષ અને વ્યવસાયિક નિષ્ઠાના આધારે રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમની આ સિદ્ધિને પગલે શુભેચ્છકો અને સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.

નોપાજી–પોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભુપેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમૃત પ્રજાપતિને અગાઉ પણ કેટરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વિદેશમાં સન્માન મળી ચૂક્યું છે. તેઓ ટ્રસ્ટના સચિવ તરીકે પણ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.
અમૃત પ્રજાપતિની આ સિદ્ધિ દર્શાવે છે કે સમર્પણ, ગુણવત્તા અને શ્રેષ્ઠ સેવા દ્વારા રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ પ્રાપ્ત કરી શકાય છે. તેમની સફળતા યુવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #FaicConvention #FAIC #BhupeshbhaiPrajapati #ahmedaba



