અમદાવાદ, 17 જુલાઈ 2026:
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનોખી પહેલ દ્વારા ભક્તો અને સામાન્ય નાગરિકોને પોતાના રહેણાંક વિસ્તારની નજીક જ ભગવાનના દિવ્ય દર્શન કરવાનો, રથ ખેંચવાનો, હરિનામ સંકીર્તનમાં જોડાવાનો તેમજ ભગવાનના કૃપાપ્રસાદનો લાભ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ પહેલના ભાગરૂપે આજે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ નજીક આવેલા રહેણાંક વિસ્તારો, જેમાં સુપરસિટીનો પણ સમાવેશ થાય છે, ત્યાં ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર રીતે શણગારાયેલા રથમાં બિરાજમાન ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ પુષ્પવર્ષા કરી, પ્રાર્થનાઓ અર્પણ કરી અને ભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા.

સમગ્ર વિસ્તાર હરે કૃષ્ણ મહામંત્રના ગુંજતા સંકીર્તન, ભક્તિમય કીર્તન અને આનંદમય નૃત્યથી ભક્તિમય બની ગયો હતો. અનેક રહેવાસીઓ સ્વયંસ્ફૂર્ત રીતે રથયાત્રામાં જોડાયા, ભગવાનનો રથ ખેંચવાનો લાભ લીધો અને હરિનામ સંકીર્તનમાં ભાગ લીધો. સમગ્ર રથયાત્રા દરમિયાન ભગવાનનો મહાપ્રસાદ ઉદારતાપૂર્વક વિતરિત કરવામાં આવ્યો હતો, જેનો લાભ સૌએ ભક્તિભાવપૂર્વક લીધો.

ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પરમ પૂજ્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ સમજાવતા હતા કે રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીની અપરંપાર કરુણાનું પ્રતીક છે. ભગવાન સ્વયં મંદિરની બહાર આવી દરેક જીવાત્માને પોતાના આશીર્વાદ આપે છે અને હરિનામ સંકીર્તન, કૃષ્ણપ્રસાદ તથા ભક્તિ દ્વારા પોતાના જીવનને આધ્યાત્મિક બનાવવાનો અવસર આપે છે. શ્રીલ પ્રભુપાદના આ દિવ્ય સંકલ્પને અનુસરી આજે વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.
આ રથયાત્રાએ શાંતિ, કરુણા, સૌહાર્દ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રસરાવ્યો તેમજ ઉપસ્થિત સૌના હૃદયમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો દિવ્ય સંચાર કર્યો., જેને લઇ શ્રદ્ધાળુ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #RathYatra #RathYatra-2026 #LordShriJagannayji #RathYatra-Ahmedabad #JagannathjiTemple #iskonTemple #iskon #JagannathjiTempleAhmedabad #LordJagannathji #BahenSubhadraji #BhaiBaldevji #HistoricalRathYatra #DecoratedGujarats #IndianCultureJourney #BhajanMandali #SadhuSants #Bhaktas #KhalasiBhai #Sadhus-Saints #Haridwar #puri #Odisha #Ayodhya #Nashik #Ujjain #Jagannathpuri #Saurashtra



