- ભદ્ર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કોર્ટે પીડિત મહિલાને રૂ.ત્રણ લાખનું વળતર પણ અપાવ્યું
- રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે પાડોશણ મહિલાને દાખલારૂપ સજા ફટકારી
પથિક લીંબાચીયા, અમદાવાદ:
15 જુલાઈ 2026:
શહેરના ઈસનપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલા ચકચારી એસિડ એટેકના કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પડોશમાં રહેતી ૫૯ વર્ષીય મહિલા પર એસિડ ફ્ેંકી જીવલેણ હુમલો કરવાના ગુનામાં ૬૪ વર્ષીય વૃદ્ધા મુકેશાબેન સ્વતંત્રકુમાર સિંગલાને અત્રેના પ્રીન્સીપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વધુમાં કોર્ટે, માનવતાવાદી અભિગમ અપનાવીને કોર્ટે વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ ભોગબનનાર મહિલાને રૃ.૩ લાખ પૂરાનું વળતર ચૂકવવાનો સિટી સિવિલ કોર્ટ લીગલ સવસીસ કમિટીને આદેશ કર્યો હતો.
કોર્ટે નોધ્યું હતું કે, એસિડ હુમલાના કારણે ભોગ બનનાર મહિલાની આંખની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હતી અને ગંભીર શારીરિક-માનસિક ક્ષતિ પહોંચી હતી. આરોપી મહિલાનું કૃત્ય ઘણું ગંભીર અને અમાનવીય હોઇ તેને દાખલારૃપ સજા કરવી ન્યાયોચિત લેખાશે.

ચકચારભર્યા કેસની વિગતો મુજબ, ગત તા.૩૦-૯-૨૦૨૨ના રોજ શહેરના ઇસનપુર વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટ (વિભાગ-૩) માં ભોગબનનાર મહિલા (ઉં.વ. ૫૯) પોતાના ઘરમાં એકલા હતા. તે જ સમયે સામે રહેતા આરોપી મુકેશાબેન સિંગલા ખાંડની વાટકી પરત લેવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ તેમણે સોનાની ચેઈનની ડિઝાઇન જોવાની અને મોબાઈલમાં ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભોગ બનનાર મહિલા જ્યારે ચેઈન બતાવીને તેને પરત તિજોરીમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપી મુકેશાબેને પાછળથી તેમના માથા અને આંખો પર જ્વલનશીલ પ્રવાહી (હાઈડ્રોક્લોરિક એસિડ) નાંખી દીધું હતું.
જેને પગલે ભોગ બનનારે બુમાબુમ કરતા આરોપીએ તેમને બેડ પર ધક્કો મારી દીધો હતો, ગળું દબાવી ફ્ેંટો મારી હતી અને ઝપાઝપીમાં સોનાની ચેઈન તોડી નાખી હતી. બુમો સાંભળીને પડોશીઓ અને ભોગબનનારના દીકરી-જમાઈ દોડી આવતા આરોપી મહિલા ત્યાંથી ભાગી ગઇ હતી. ઈસનપુર પોલીસે ગુનો નોંધીને મુકેશાબેન સિંગલાની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુકયો હતો. જે કેસનો ટ્રાયલ ચાલી જતાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલએ સાક્ષીઓ અને ૧૪ દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, હાલમાં દિન-પ્રતિદિન આવા બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે સમાજમાં દાખલો બેસે તે રીતે આરોપીને સખ્ત સજા ફરમાવવી જોઈએ. ત્યારબાદ કોર્ટએ આરોપીને ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AcidAttackOnWomanSentencedTo10Years #AcidAttack #BhadraSessionsCourt #Isanpur-Ahmedabad



