- ડીસા નાં હાર્દિક હુંડિયા એ જૂનાગઢ માં લોક ગાયિકા પદ્મશ્રી દિવાળી બેન ભીલ ની પ્રતિમા સ્થાપિત કરી
- સ્વર કોકીલા ભારત રત્ન સુશ્રી લતા મંગેશકર અને કોકીલ કંઠી પદ્મશ્રી દિવાળી બેન ભીલ આ બંને મહાન ગાયિકાઓને
સમ્માનિત કરવાનો અવસર જીવન માં મળ્યો છે તેને જીવન નો અદ્ભૂત લ્હાવો માને છે હાર્દિક હુંડીયા
અમદાવાદ: 05 જૂન 2026:
સૌરાષ્ટ્રનાં લોકપ્રિય લોક ગાયિકા પદ્મશ્રી દિવાળી બેન ભીલ જેમને કોકીલ કંઠી નાં નામ થી ઓળખવામાં આવે છે.
ગુજરાતી ભજન અને લોકગીત તેમના કંઠે શોભી ઉઠતા . મુળ રૂપ થી ઉતર ગુજરાત ડીસા નાં વતની અને મુંબઈ શહેરમાં હીરા માણેક અખબાર નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડીયાએ નાનપણ થી દિવાળી બેન નાં લોકગીત સાંભળી ને તેઓ મોટા થયા છે. તેમનું લોકપ્રિય ગીત મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે….સહીત અન્ય ગીતો તેમનાં જીવન માં વિશેષ સ્થાન પર છે.અને તેથી હાર્દિક હુંડીયા હંમેશા દિવાળી બેન ભીલ માં રામ ભક્ત માતા શબરી નાં દર્શન કરે છે આ પ્રેરણા થી પ્રેરાઈ ને હાર્દિક
હુંડીયા એ માતૃ સમ્માન ની કડી માં અમદાવાદ ખાતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી નાં માતા હીરા બા નાં સમ્માન ની સાથે સાથે જુનાગઢ જઈને દિવાળી બેન ભીલ નું સમ્માન કરેલું તે સમયે છેલ્લી વખત તેઓ એ તેમનું જગપ્રસિદ્ધ લોક ગીત મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે….ગાઈને હાર્દિક હુંડીયા તથા ઉપસ્થિત પત્રકારો ને સંભળાવ્યું હતું.
ત્યારબાદ તેમના નિધન પર હાર્દિકભાઈ એ સંકલ્પ લીધો હતો કે તેઓ જુનાગઢ શહેર માં પદ્મશ્રી દિવાળી બેન ભીલ ની પ્રતિમા તેમની યાદમાં સ્થાપિત કરશે.

પદ્મશ્રી દિવાળી બેન ભીલ નાં જન્મદિવસ ૨ જુન ૨૦૨૫ નાં રોજ મુંબઈ થી જુનાગઢ આ મૂર્તિ ને લઈને હીરા માણેક અખબાર નાં પ્રધાન સંપાદક હાર્દિક ભાઈ હુંડીયા, શ્રીમતી સુનીતા બેન હુંડીયા, હેમુ ગઢવી નાં દિકરા બિહારી ભાઈ, હાસ્ય કલાકાર ધારશી બરેડીયા, અનુદાન ગઢવી, દિવાળી બેન ભીલ નાં પુત્ર વિજય ભાઈ નો પરીવાર, તબલા વાદક હાજી રમકડું સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પત્રકારો તથા મહાનુભાવો ની સાથે બેન્ડ બાજા અને શણગારેલી બગ્ગી માં પ્રતિમા બિરાજમાન કરીને વાજતે ગાજતે મ્યુનિસિપલ કોર્પોરેશન નાં કમિશ્નર ઓમપ્રકાશ સાહેબ ને સુપરત કરી હતી
વર્ષ ૨૦૨૬ ની ૨ જી દિવાળી બેન નાં જન્મ તારીખે આ પ્રતિમા ને જુનાગઢ ખાતે બસ સ્ટેન્ડ રોડ સર્કલ પર સ્થાપિત કરવા માં આવી છે.
આ મૂર્તિ ની સ્થાપના ને પગલે પદ્મશ્રી દિવાળી બેન ભીલ જનમાનસ પર અમર રહેશે.
જુનાગઢ વાસીઓએ મુંબઈ થી ખાસ જુનાગઢ આવીને જૈન પરિવારના હાર્દિક હુંડીયા દ્વારા આદિવાસી કોમનાં અદ્ભુત ગૌરવ સમા આદરણીય દિવાળી બેન ભીલ ની પ્રતિમા જુનાગઢ ખાતે સ્થાપિત કરાવાથી હાર્દિક હુંડીયા નો ખુબ ખુબ આભાર માન્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #JainFamily #Hardikahundia #Tribal #DiwaliBenBhil Statue-Junagarh #FolkSingerPadmaShriDiwaliBenBhil #BharatRatnaShriLataMangeshkar



