- રાજયના એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદી, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ પટેલની કમીટીમાં નિમણૂંક, વકીલોમાં રાહતની લાગણી
- મહિલા કો-ઓપ્શનની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી હાઇ પાવર કમીટી વહીવટી કાર્યો અને રૂટીન કામકામજ સંભાળશે
અમદાવાદ: 28 મે 2026:
ગુજરાત સહિત દેશની વિવિધ સ્ટેટ બાર કાઉન્સીલમાં બે મહિલા વકીલોની કો-ઓપ્શનથી નિમણૂંકનો મુદ્દો સુપ્રીમકોર્ટ દ્વારા નિર્ણિત ના થાય ત્યાં સુધી બાર કાઉન્સીલના ચૂંટાયેલા સભ્યોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અને નવા સભ્યોની બોડીને બાર કાઉન્સીલની રૃટીન કામગીરી સંભાળી લેવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ આપેલી લીલીઝંડીને પગલે આજે ગુજરાત બાર કાઉન્સીલના સુચારુ વહીવટ અને પેન્ડીંગ કામોના નિકાલ માટે બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ચૂંટાયેલા સભ્ય જે.જે.પટેલ સહિતના ત્રણ સભ્યોના વડપણ હેઠળ હાઇપાવર કમીટીની રચના કરવામાં આવી છે. કમીટી દ્વારા હવે રૃટીન વહીવટી કાર્યો કરવાની મંજૂરી આપવાની સાથે સાથે નવા વકીલોની નોંધણી(એનરોલમેન્ટ), શિસ્તભંગની કાર્યવાહી, કાનૂની પત્રવ્યવહાર, વિવિધ યોજનાઓનું સંકલન, સંસ્થાકીય રૃટીન કાર્યો સહિતની કામગીરી હાથ ધરાશે, જેના કારણે બાર કાઉન્સીલ છેલ્લા પાંચ મહિના બાદ ફરી એકવાર ધમધમતી થશે.

માત્ર બે મહિલા વકીલોની કો-ઓપ્શનથી નિમણૂંકની પ્રક્રિયા અટવાવાના કારણે ગુજરાત બાર કાઉન્સીલની નવી બોડીની રચના હજુ સુધી થઇ શકી નહોતી અને બાર કાઉન્સીલની જૂની બોડીની ટર્મ પત્યે પણ લગભગ પાંચ મહિના જેટલો સમય થયો છતાં નવી બોડી અસ્તિત્વમાં નહી આવવાના કારણે સેંકડો કામોનો ભરાવો થઇ ગયો છે. આ વિલંબને લીધે વહીવટી કામકાજ અને અગત્યના નીતિવિષયક નિર્ણયો લેવામાં મોટી અડચણ ઊભી થઈ રહી હતી. ખાસ કરીને કાયદાના સ્નાતકો માટે સનદ મેળવવાની પ્રક્રિયા અટકી પડી હતી. તો, સ્વર્ગસ્થ વકીલોના પરિવારજનો(આશ્રિતો)ને મૃત્યુ સહાય ઉપરાંત, વકીલોને બિમારીમાં માંદગી સહાય, નવા વકીલોની નોંધણી, તેમને સનદ આપવા સહિતની કામગીરી પણ ખોરંભે પડી હતી.
હવે બીસીઆઇના નિર્દેશ મુજબ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં હાઇપાવર કમીટીની રચના થતાં તમામ વહીવટી કાર્યો અને રૃટીમ કામગીરી સાથે બાર કાઉન્સીલ ફરી એકવાર પાંચ મહિના બાદ ધમધમતી થશે.
ઇતિહાસમાં પહેલી વાર પાંચ મહિના સુધી બાર કાઉન્સીલની કામગીરી અને સમગ્ર વહીવટી પ્રક્રિયા ખોરવાયેલી રહી હતી, જેના કારણે વકીલઆલમમાં ભારે નારાજગી અને રોષ પ્રવર્તી રહ્યો હતો, જેને લઇને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ આખરે વ્યવહારુ અભિગમ અપનાવી બાર કાઉન્સીલમાં રૃટીન કામકાજ ચાલુ કરી દેવાની લીલીઝંડી આપી હતી. બાર કાઉન્સીલમાં હવે હાઇપાવર કમીટીની રચનાને પગલે હવે ખાસ તો નવા બનેલા વકીલોની નોંધણી અને સનદ આપવાની પ્રક્રિયા શરૃ થતાં તેઓને બહુ મોટી રાહત થશે.
કમીટી ચૂંટાયેલા ૨૩ સભ્યોને અગત્યની કામગીરી સોંપી શકશે
દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલની રચાયેલી હાઇપાવર કમીટી ચૂંટાયેલા નવા ૨૩ સભ્યોને વકીલોને માંદગી સહાય, મૃત્યુ સહાય સહિતની વિવિધ કામગીરી સોંપી પેન્ડીંગ કામોનો ઝડપી નિકાલ કરી શકશે. અલબત્ત, કમીટી દ્વારા બીસીઆઇના નિર્દેશ મુજબ, કોઇ અગત્યનો નીતિવિષયક નિર્ણય કે મોટા આર્થિક નિર્ણયો લઇ શકાશે નહી. બે મહિલા વકીલની કો-ઓપ્શનથી નિમણૂંક અંગે બીસીઆઇએ સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલા પ્રસ્તાવ મામલે પણ સુપ્રીમકોર્ટ દ્વારા આગામી દિવસોમાં મંજૂરી અપાય તેવી શકયતા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #JointParliamentaryMeeting #HighCourtAdvocatesAssociation #TheBarCouncilofGujaratAhmedabad #HighPowerCommitteefinallyformedforsmoothadministrationinGujaratBarCouncil #ahmedaba



