પથિક લીંબાચીયા, અમદાવાદ:
18 જુલાઈ 2026:
શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે આવતી રવિવાર , ૧૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે ૧૦૦મો સુંદરકાંડ પાઠ ભવ્ય રીતે ઉજવાશે. મંદિરનું લોકાર્પણ ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ થયું હતું અને ત્યારથી નિયમિત સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મંદિરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન યોજાયેલા દરેક સુંદરકાંડ પાઠમાં ઋતુ અનુસાર વિવિધ શૃંગાર કરવામાં આવ્યા છે, જેમાં ઋતુફળો, સવા મણ લાડુ, પતંગ, જાંબુ, નમકીન અને મીઠાઈઓનો વિશેષ શૃંગાર સામેલ રહ્યો છે. રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, શિવરાત્રી અને નવરાત્રી જેવા તહેવારો પણ મંદિરમાં સંપૂર્ણ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયા છે.

આ ઉપરાંત, તુલસીના છોડનું શૃંગારરૂપે વિતરણ કરીને ભક્તોમાં પણ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨-૩ વખત અંધજન મંડળના બાળકોને રામનવમી, સુંદરકાંડ પાઠ અને વિવિધ તહેવારોમાં મંદિર સાથે જોડીને વિશેષ કાર્યક્રમો યોજાયા હતા; તેમજ વૃદ્ધાશ્રમના વડીલોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
મંદિરમાં યોજાયેલા તમામ ૧૦૦ સુંદરકાંડ પાઠ પંડિત વિનોદજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા મુજબ, મંદિર આવનારા તમામ તહેવારો પણ સંપૂર્ણ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવતું રહેશે અને ૧૦૦મા સુંદરકાંડ પાઠની ઉજવણીને લઈને વિશેષ ઉત્સાહ છે.
મંદિરમાં નિયમિત રૂપે સેવા આપતા કીર્તિભાઈ પટેલ , રાહુલભાઈ બારોટ , ભરતભાઈ જોશી , નિરવભાઈ પટેલ અને ઋષભભાઈ શાહ ના જણાવ્યા પ્રમાણે સુંદરકાંડ પાઠ સાથે હનુમાન ચાલીસા અને ભવ્ય આરતી થી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. બાબા નિબ કરૌરી મહારાજ ની અસીમ કૃપા થી ધીરે ધીરે મંદિર ભક્તો માટે આસ્થા , શ્રદ્ધા અને વિશ્વાસ નું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં અમદાવાદ ના વિવિદ વિસ્તાર માંથી લોકો દર્શન કરવા આવે છે .
જય શ્રી રામ
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #100MosundarkandPaath #SundarkandPaath #ShriSankatMochanMahavirNibakrauriMaharajTemple #Rancharda #Ahmedabad #ShriSankatMochanMahavirNibakrauriMaharajTemple-Rancharda-Ahmedabad



