- જમીન ખરીદનાર અરજદાર દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ અરજદાર જમીનમાલિકની રજૂઆત પરત્વે શકય એટલો ઝડપથી નિર્ણય લેવા સુરત મનપા સત્તાધીશોને હુકમ કર્યો
- અરજદાર જમીના માલિક તરફથી એડવોકેટ બલરામ ડી.જૈન તરફથી ગંભીર આક્ષેપો કરાયા કે, બિલ્ડર દ્વારા કથિત રીતે બનાવટી દસ્તાવેજોના આધારે જમીન પર ગેરકાયદે રીતે બાંધકામ થઇ રહ્યું છે, જે અંગે સુરત મનપા સત્તાધીશોએ કોઇ જ પગલાં નહી લેતાં હાઇકોર્ટમાં અરજી કરવી પડી
અમદાવાદ: 28 મે 2026:
સુરતમાં રજિસ્ટર ડીડથી ખરીદેલી જમીન પર અવધ ગ્રુપના બિલ્ડર દ્વારા રેસીડેન્સીયલ સ્કીમનું બાંધકામ ચાલુ થઇ જતાં જમીન ખરીદનાર જમીનમાલિકે સુરત મનપા સત્તાવાળાઓનું ધ્યાન દોરી બિલ્ડર અને કસૂરવારો વિરૃધ્ધ તાત્કાલિક પગલાં લેવા રજૂઆત અને માંગણી કરી હતી. જો કે, દોઢ વર્ષ બાદ પણ જમીનમાલિકની રજૂઆત પરત્વે નિર્ણય નહી લેવાતાં આખરે તેમણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ અરજદાર જમીન માલિકની રજૂઆત સદંર્ભે શકય એટલી ઝડપથી નિર્ણય લેવા સુરત મનપા સત્તાધીશોને નિર્દેશ કર્યો હતો.

આ કેસમાં ચોંકાવનારી વાત તો એ હતી કે, અરજદાર જમીન માલિકે જે જમીન માલિકો પાસેથી જમીન રજિસ્ટર ડીડથી ખરીદી તેના જ વારસો પાસેથી અવધ ગ્રુપના બિલ્ડરે ફોર્જ કરી પાછળથી જમીન ખરીદી હોવાનું બતાવી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. જેને લઇને અરજદાર જમીન માલિક દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાઇ છે.
અરજદાર ધર્મેન્દ્રકુમાર દોરીવાલા તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ બલરામ.ડી.જૈન દ્વારા એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અરજદાર દ્વારા સુરતના મજૂરા વિસ્તારમાં રૃંઢ ખાતે ટીપી સ્કીમ નં-૩ ની 35,000 ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન રજિસ્ટર ડીડથી ખરીદી હતી. જો કે, બાદમાં અરજદારના ધ્યાનમાં આવ્યું કે, અરજદારે ખરીદેલી જમીન પર અવધ કલાસીમા દ્વારા બાંધકામ થઇ રહ્યું છે, તેથી અરજદારે સમગ્ર મામલે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરનું ધ્યાન દોર્યું હતું. અરજદાર દ્વારા વિવાદીત બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરવા અને જીપીએમસી એકટ હેઠળ કોઇપણ પ્રકારની મંજૂરી નહી આપવા માંગણી કરી હતી અને તાત્કાલિક તેમની જમીનમાં થઇ રહેલા બાંધકામને અટકાવવા માંગણી કરી હતી.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ બલરામ.ડી.જૈન દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારે મૂળ જમીન માલિક પાસેથી ઉપરોકત જમીન કાયેદસર રીતે ખરીદી હતી. તા.૧૪-૮-૨૦૦૦ના રોજ આ અંગે રજિસ્ટર ડીડની નોંધણી પણ થઇ હતી અને તેના આધારે રેવન્યુ રેકર્ડમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી. જો કે, અવધ કલાસીમાના ડેવલપર એક અલગ સેલ ડીડના આધારે જમીન તેમણે ખરીદી હોવાનો દાવો કર્યો હતો. જો કે, અરજદારે આ સેલડીડ કોઇ ત્રાહિત વ્યકિત દ્વારા બોગસ અને છેતરપીડીથી ઉભો કરાયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે અરજદારે પોલીસમાં એફઆઇઆર પણ દાખલ કરાવી હતી અને આ કેસમાં ચાર્જશીટ પણ ફાઇલ થઇ ગયુ છે અને ચાર્જ પણ ફ્રેમ થઇ ગયો છે અને ટ્રાયલ હાલ પેન્ડીંગ છે.
અરજદાર દ્વારા અવધ કલાસીમાના ડેવલપરના બાંધકામ સંદર્ભે જરૃરી વાંધા અને રજૂઆતો પણ સુરત મનપા સત્તીધીશો સમક્ષ જાન્યુઆરી-૨૦૨૫માં રજૂ કરાયા હતા જેની સુનાવણીમાં અરજદાર હાજર રહે છે પરંતુ પ્રતિવાદી ડેવલપર કે તેમના માણસો સુરત મનપા સત્તાધીશો સમક્ષ હાજર થતા નથી. અરજદારની વારંવાર રજૂઆતો છતાં સુરત મનપા સત્તાવાળાઓ પ્રતિવાદી બિલ્ડર-ડેવલપર વિરૃધ્ધ કોઇ જ કાર્યવાહી કરતા નથી અને તેના કારણે બિલ્ડીંગનું મોટાભાગનું બાંધકામ ધમધમી રહ્યુ ંછે. અરજદાર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગનું બાંધકામ અટકાવવા અને અરજદારની રજૂઆત પરત્વે તાત્કાલિક નિર્ણય લઇ પ્રતિવાદી ડેવલપર સહિતના કસૂરવારો વિરૃધ્ધ પગલાં લેવા પણ અરજીમાં માંગણી કરવામાં આવી હતી. તમામ રજૂઆત ધ્યાને લીધા બાદ જસ્ટિસ નિરલ આર.મહેતાએ અરજદારપક્ષની રજૂઆત પરત્વે નિર્ણય લેવા સુરત મનપા સત્તાધીશોને નિર્દેશ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ControversyoverconstructionofBarobarResidentialSchemebybuilderonlandpurchasedwithregistered deed #Surat #LandPurchasedWithRegisteredDeedinSurat #WritinHighCourt #ahmedaba



