- દૂધેશ્વર ના પ્રાચીન શનિદેવ મંદિરમાં સૌપ્રથમવાર 151 લાડવાનો મહાપ્રસાદ
- થલતેજના વૈભવ લક્ષ્મી મંદિર ખાતે આવેલા શનિદેવ મંદિરમાં શનિદેવને 1000 લીટર તેલનો અભિષેક
પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 મે 2026:
આજે તા.૧૬મી મેના રોજ કર્મ ફલદાતા અને ન્યાયના દેવતા ગણાતા શનિ દેવનો જન્મદિવસ છે. આ વખતે શનિવારે જ અમાવસ્યાના દિને શનિ જયંતિ નિમિતે કેદાર રાજયોગનો અતિ શુભ સંયોગ બની રહ્યો છે, તેથી શનિ જયંતિ નિમિતે દૂધેશ્વરના અતિપ્રાચીન શનિદેવ મંદિર, થલતેજના વૈભવ લક્ષ્મી મંદિર ખાતેના શનિ મંદિર સહિતના શહેરના વિવિધ શનિ મંદિરોમાં વિશેષ પૂજા, પાઠ, હોમ-હવન, મહાઆરતી અને ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે. શનિ ભકતો માટે શનિદેવ સંબંધી દોષોમાંથી મુકિત મેળવવાનો અને શનિદેવને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો આ ખાસ દિવસ છે.

અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિદેવ મંદિરમાં આજે સવારે આઠ વાગ્યાથી રાત્રિના ૧૧-૦૦ વાગ્યા સુધી શ્રી ગણેશ પૂજા, શનિદેવને તેલનો અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શ્રી શનિ કથા, શ્રી શનિદેવની ૨૩ હજાર મંત્ર આહુતિનો વિશેષ હવન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. બપોરે ૧૨-૧૫ વાગ્યે શનિદેવની મહાઆરતી થશે. આ વખતે દૂધેશ્વર શનિદેવ મંદિરમાં સૌપ્રથમવાર ૧૫૧ કિલો લાડવાનો મહાપ્રસાદનો ભોગ ચઢાવ્યા બાદ શ્રી શનિદેવ જન્મોત્સવની ભકિતસભર ઉજવણી કરવામાં આવશે.

આ જ પ્રકારે આજે શનિ દેવના જન્મોત્સવની વિશેષ ઉજવણીના ભાગરૂપે થલતેજના વૈભવ લક્ષ્મી મંદિર ખાતેના શનિદેવ મંદિરમાં શનિદેવને એક હજાર લિટર તેલનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. શનિદેવ મંદિરના પૂજારી મનીષ મહારાજે જણાવ્યું હતું કે, શનિદેવના જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા આરતી અને હોમ હવનનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુ ભક્તો માટે વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે.
આ જ પ્રકારે શહેરના અર્જુન આશ્રમ, ચાંદલોડિયા ખાતેના સિધ્ધ શનિદેવ મંદિર, સાલ હોસ્પિટલ સામે આવેલા શનિદેવ મંદિર, વૈષ્ણોદેવી સર્કલ પર મારૂતિધામ ખાતેના શનિદેવ, સોલા રોડ પર આવેલ શનિદેવ, શાહીબાગ સ્થિત શનિદેવ ધામ સહિતના વિવિધ શનિમંદિરોમાં પણ શનિ દેવની વિશેષ પૂજા-હોમ, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મનીષ મહારાજ એ વધુમાં જણાવ્યું કે,
શનિદેવને કાળો રંગ અતિ પ્રિય હોઈ કાળુ કપડુ, લોખંડ, કાળા તલ, અડદ સહિતની વસ્તુઓ અર્પણ કરી શનિભકતો ન્યાયના દેવતાને પ્રસન્ન કરી શનિ દેવના આશીર્વાદ મેળવશે. તો, શનિદેવને આકડા, જાસૂદ, અપરાજિતાના વાદળી ફુલ અને શમીના ફુલ અર્પણ કરી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
આજે શનિ દેવના જન્મોત્સવને લઈ શનિ મંદિરો શનિ ભક્તોની ભીડથી ઉભરાશે અને ઓમ શં શનેશ્ચરાય નમઃ ના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરના શનિ મંદિરોમાં શનિદેવના જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી પૂજા, હોમ હવન, મહા આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે, શનિદેવના જન્મોત્સવને લઈને અને શનિ ભક્તોમાં પણ ભારે ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #AncientShaniDevTempleofDudheshwar #VaibhavLakshmiTemple #ShaniDevTemple #ShaniDev #GloriousCelebrationsinShaniTemples #ShaniDev’sBirthdayCelebration #ahmedaba



