પથિક લીંબાચીયા, અમદાવાદ:
27 એપ્રિલ 2026:
‘મૂવ ફ્રી, લિવ પેઈન ફ્રી’ ના સાદ સાથે આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬” અંતર્ગત ૧૫૦ થી વધુ દર્દીઓ, પરિવારજનો, નિષ્ણાત તબીબો અને સમર્થકો સાંધાની તંદુરસ્તી અને આશાના સંદેશ સાથે એકજૂથ થયા હતા.

રુમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત (RAG) અને ઇન્ડિયન રુમેટોલોજી એસોસિએશન (IRA) ના સંયુક્ત ઉપક્રમે, તેમજ પેશન્ટ સપોર્ટ ગ્રુપ ‘અંતરધ્વનિ’ ના સક્રિય સહયોગથી આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સાંધાનું સ્વાસ્થ્ય, સંધિવા (આર્થરાઈટિસ) અને જટિલ ઓટોઈમ્યુન રોગો વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે, જેથી દર્દીઓને સમયસર નિદાનની સાથે સામાજિક અને માનસિક હૂંફ મળી રહે.

સરદાર બ્રિજ પાસે યોજાયેલી ૩ કિલોમીટરની આ વોકેથોનમાં સહભાગીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘મૂવ ફ્રી, લિવ પેઈન-ફ્રી’ ના મંત્ર સાથે, આ કાર્યક્રમે સાંધાની તંદુરસ્તી માટે ગતિશીલતા, રોગના વહેલા નિદાન અને એકબીજાના સામુદાયિક સહકારના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

RAGના પ્રમુખ અને કન્સલ્ટન્ટ રુમેટોલોજિસ્ટ ડૉ.રીના શર્માએ જણાવ્યું કે,”રુમેટોલોજીમાં ‘ચૂપકીદી તોડવી’ એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે ઘણા દર્દીઓ લાંબા સમય સુધી દુખાવાને સામાન્ય ગણીને સહન કરતા હોય છે. ચાલો, આપણે સૌ સમયસર નિદાન અને આજીવન ગતિશીલ રહેવા માટે પ્રતિબદ્ધ થઈએ.”

ડૉ. વિષ્ણુ શર્મા (વાઈસ પ્રેસિડેન્ટ, RAG) નું માનવું છે કે, “આ પ્રકારના આયોજનો એ વાતની સાબિતી છે કે જો વહેલી તપાસ અને સામુદાયિક સાથ અને હૂંફ મળે, તો રુમેટિક રોગોનું અસરકારક વ્યવસ્થાપન ચોક્કસપણે શક્ય છે. આજે ભરેલું દરેક ડગલું એ પીડામુક્ત આવતીકાલ અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતીક છે.”
ડૉ. અનુજ શુક્લા (સેક્રેટરી, RAG) એક નવા સાથે દ્રષ્ટિકોણ કહે છે કે, “સાંધાના સ્વાસ્થ્ય માટે ગતિશીલતા એ જ શ્રેષ્ઠ ઔષધ છે. આ ‘રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬’ એ વાતની પ્રતીતિ કરાવે છે કે સામૂહિક પુરુષાર્થ દ્વારા દર્દીઓ દીર્ઘકાલીન પીડાના પડછાયામાંથી મુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે સંપૂર્ણ જીવન જીવી શકે છે.”
ડૉ. અમન શર્મા (પ્રેસિડેન્ટ, IRA) નું આ નિવેદન છે કે આ કાર્યક્રમ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં એક મોટી જાગૃતિની લહેર સમાન છે. ચંદીગઢ ખાતેથી સમાંતર વોકેથોનને પ્રસ્થાન કરાવતા (લીલી ઝંડી આપતા) તેમણે જણાવ્યું હતું કે, “આ માત્ર એક રેલી નથી, પરંતુ એક રાષ્ટ્રવ્યાપી જન-આંદોલન છે. રુમેટોલોજી અને સાંધાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી આજે સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં એકસાથે આ વોકેથોનનું આયોજન કરીને આપણે સ્વાસ્થ્યપ્રદ ભારત તરફ ડગ માંડ્યા છે.”
નોંધનીય છે કે, ‘અંતરધ્વનિ’ પેશન્ટ સપોર્ટ ગ્રુપ દ્વારા દર્દીઓને માત્ર તબીબી જ નહીં, પરંતુ માનસિક રીતે સજ્જ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ વોકેથો દ્વારા સાંધાના રોગો વિશે પ્રવર્તતી સામાજિક માન્યતાઓને દૂર કરી, દર્દીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આજે અનેક હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. સંધિવાથી પીડાતી એક યુવતીએ જ્યારે યોગ્ય સારવાર બાદ નૃત્ય પ્રત્યેના પોતાના પુનઃ જાગ્રત થયેલા ઉત્સાહ અને જોમ વિશે વાત કરી, ત્યારે ઉપસ્થિત સૌની આંખોમાં આશાના કિરણો દેખાયા હતા.
‘મૂવ ફ્રી, લિવ પેઈન ફ્રી’- ‘રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬’ માત્ર ચાલવા પૂરતો મર્યાદિત ન રહેતા, ભવિષ્યમાં નિયમિત વેબિનાર અને હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચવાના મક્કમ સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #MoveFree #LivePain-Free #RheumatologyAssociationofGujarat #RAG #IndianRheumatologyAssociation #IRA #PatientSupportGroup #Antardhwani #RheumatologyAwarenessWalkathon #walkathondrawshundredstoriverfront #Live Pain-FreeWalkathonDrawsHundredstoRiverfront #]walkathon #riverfront #Walkathon2026 #ahmedaba



