પથિક લીંબાચીયા, અમદાવાદ:
25 એપ્રિલ 2026:
કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, વિનસ ગ્રુપે પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ સ્ટ્રેટમ એટ વિનસ ગ્રાઉન્ડ્સ, અમદાવાદ સ્થિત 2,07,838 ચોરસ ફૂટ પ્રીમિયમ ઓફિસ સ્પેસનું ટ્રાન્ઝેક્શન રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ અમદાવાદમાંથી ડેવલપર દ્વારા વિકસિત ઓફિસ સંપત્તિઓને REIT ફ્રેમવર્ક હેઠળ લાવવામાં આવેલી એક પ્રથમ અને નોંધપાત્ર સિદ્ધિ તરીકે ગણાય છે.

અમદાવાદના નેહરુનગર જેવા પ્રાઇમ લોકેશન પર સ્થિત વિનસ ગ્રુપની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોમર્શિયલ એસેટ ‘સ્ટ્રેટમ’ ને, ભારતના સૌપ્રથમ SM REIT પ્લેટફોર્મ પ્રોપશેર સેલેસ્ટિયા (PropShare Celestia) મારફતે લીઝ પર આપી અને સફળતાપૂર્વક મોનેટાઇઝ કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી મૂડી રોકાણના ક્ષેત્રમાં નવા આયામો સ્થાપિત કરે છે.
વૈવિધ્યસભર અને મજબૂત ટેનન્ટ પ્રોફાઇલ આ કોમર્શિયલ એસેટની વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવે છે. Fortune 500 અને પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીઓની હાજરી આ પ્રોજેક્ટની લાંબા ગાળાની ‘વેલ્યુ પોટેન્શિયલ’ ને મજબૂત બનાવે છે, જે તેની પ્રીમિયમ ગુણવત્તા અને ભવિષ્યની સ્થિર આવકનો સ્પષ્ટ સંકેત આપે છે.
પ્રોપશેર સેલેસ્ટિયા ની ત્રીજી SM REIT સ્કીમ ₹244.65 કરોડના ઈશ્યુ સાઇઝ સાથે લોન્ચ કરવામાં આવી હતી, જેને રોકાણકારો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો. આ ઈશ્યુ 1.33 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો. આ સફળતા સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે મેટ્રો શહેરોની બહાર પણ સંસ્થાગત સ્તરની કોમર્શિયલ એસેટ્સમાં રોકાણકારોનો વિશ્વાસ અને માંગ ઝડપથી વધી રહ્યા છે.
સ્ટ્રેટમ એટ વિનસ ગ્રાઉન્ડ્સ એ એક ગ્રેડ-A કોમર્શિયલ પ્રોજેક્ટ છે અને IGBC પ્લેટિનમ-રેટેડ ગ્રીન બિલ્ડિંગ છે, જે બાંધકામ ક્ષેત્રે શ્રેષ્ઠતાનો નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ પ્રોજેક્ટમાં અંદાજે 10 લાખ ચોરસ ફૂટનો વિશાળ બિલ્ટ-અપ વિસ્તાર છે, જેમાં આધુનિક વ્યવસાયિક જરૂરિયાતોને અનુરૂપ મોટી અને કાર્યક્ષમ ફ્લોર પ્લેટ્સ તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેનું 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું “એક્ટિવાટ્રિયમ” છે, જે ખાસ કરીને પ્રોફેશનલ્સ વચ્ચે પરસ્પર સહયોગ, જોડાણ અને એક ગતિશીલ કોર્પોરેટ માહોલને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રતિભાવ આપતા વિનસ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે, “પ્રોપશેર સેલેસ્ટિયા મારફતે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં વૈશ્વિક કક્ષાનું સંસ્થાગત રોકાણ આવી રહ્યું છે તે અમારા માટે ગર્વની વાત છે. આ ટ્રાન્ઝેક્શન શહેરના કોમર્શિયલ રિયલ એસ્ટેટ વિકાસમાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. અમે આગામી સમયમાં વધુ મોટા અને ઉચ્ચ મૂલ્યના ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી અમદાવાદ ગ્લોબલ રોકાણકારો અને પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઓક્યુપન્સી માટે એક અત્યંત વિશ્વસનીય અને પસંદગીનું સ્થળ તરીકે ઉભરી શકે.”
REIT (SM REIT) હેઠળ થયેલા આ વિકાસથી અમદાવાદની સંસ્થાગત રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્થિતિ વધુ મજબૂત બની છે. આ સફળ ટ્રાન્ઝેક્શન અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને વૈશ્વિક રોકાણના ધોરણો સાથે જોડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, જે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે નવા દ્વાર ખોલશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Venus #StratumatVenusGroundsOfficeAssetsListedinREIT–ALandmarkMomentforAhmedabad #VenusGroundsinAhmedabad #VenusGrounds #REIT #RealEstateInvestmentTrust #Ahmedabad



