પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 એપ્રિલ 2026:
છેલ્લા બે દશકા કરતાં પણ વધુ સમયથી ‘કચ્છ’ને પોતાનું બીજું ઘર બનાવનારા જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ‘કચ્છ’ની યાત્રાને સુંદર રીતે વર્ણવતાં ફોટો એક્ઝિબિશન ‘કચ્છ … અચીજા’નો આવતીકાલ તા. 17 એપ્રિલથી આરંભ થઈ રહ્યો છે.

આ ફોટો એક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. 31 મે, 2026 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન નીહાળી શકાશે.

વિવેક દેસાઈએ પોતાની બે દશકાથી પણ વધુ સમયની કચ્છની યાત્રામાં પોતાના કેમેરામાં કચ્છનાં લેન્ડસ્કેપ્સ, જીવન, લાગણીઓ અને લોકોની નહિ કહેવાયેલી વાર્તાઓને અદભૂત રીતે કંડારી છે.

આ પ્રદર્શન તે વિવેક દેસાઈની કચ્છની યાત્રા, વિશ્વાસ અને પોતીકાપણાના લગાવને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. વિવેક દેસાઈનું કચ્છ સાથેનું જોડાણ માત્ર ફોટોગ્રાફી પુરતું જ મર્યાદિત નથી, પરંતુ તે અંગત લાગણીસભર અને સુંદર રીતે માનવીય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #VivekDesai’sphotoexhibition #KutchAchija #photoexhibition #Kutch #Achija #ahmedaba



