પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 એપ્રિલ 2026:
GSFC યુનિવર્સિટ ખાતે નેશનલ ફાયર વીકની ઉજવણી વિવિધ રસપ્રદ અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી, જેના માધ્યમથી આગ થી સુરક્ષા, નિવારણ અને આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયારી અંગે જાગૃતિ કેળવવાનો હતો.

આ કાર્યક્રમનું નેતૃત્વ B.Tech ફાયર એન્ડ એન્વાયર્નમેન્ટ, હેલ્થ, સેફ્ટી (B.Tech Fire & EHS) ના વિદ્યાર્થીઓએ કર્યું, જેનો ઉદ્દેશ્ય યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને ફાયર અને સેફટી ના શેત્ર માં માહિતગાર કરી તેના પ્રત્યે સંવેદન શીલ બનાવાનો હતો. આ સપ્તાહ દરમિયાન એક મહત્વપૂર્ણ ઝલક તરીકે માહિતીસભર નાટિકા રજૂ કરવામાં આવી, જેમાં ઘરેલુ રસોડામાં આગ લાગવાના જોખમોને ટાળવા માટેના પ્રાયોગિક ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું, કારણ કે ઘરેલુ રસોડાં અકસ્માતજન્ય આગના સૌથી સામાન્ય સ્થળોમાંનું એક છે.
આ ઉપરાંત, ફરજ બજાવતા સમયે શહીદ થયેલા ફાયરફાઇટર્સને વિદ્યાર્થીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસર પર કેમ્પસમાં લાઇવ ફાયર ડ્રિલ F&EHS ના સેન્ટર ઓફ એક્સેલન્સ, “ફાયરપ્લેક્સ / અગ્નિ સંકુલ,” ખાતે યોજાઈ હતી. ત્યારબાદ રિલે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું, જે આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ટીમવર્ક અને સંકલિત પ્રતિસાદનું પ્રતીક હતું.
કાર્યક્રમમાં અમિત કુમાર ચૌધરી (ડેપ્યુટી CFO, VMC), વિશ્નુ મિશ્રા (વાઇસ પ્રેસિડેન્ટ, GSFC), વિશ્નુ પટેલ (કોમ્પ્લેક્સ હેડ, GACL), ડૉ. મધુર સક્સેના (જનરલ મેનેજર, દીપક નાઇટ્રાઇટ) તથા કલ્પેશ મકવાણા (જોઇન્ટ સેક્રેટરી, FSAI – વડોદરા ચેપ્ટર) ની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી,
સલામતી શિક્ષણ અને વાસ્તવિક જીવનની તૈયારી પર સતત ધ્યાન કેન્દ્રિત રાખતા, GSFC યુનિવર્સિટી જવાબદાર નાગરિકોના ઘડતર માટે પ્રતિબદ્ધ છે, જે માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ જાગૃત અને આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GSFCUniversityObservesNationalFireWeek #AwarenessProgram #TributestotheFireFighters #ConductingSafetyDrills #GSFCUniversity #Vadodara




