પથિક લીંબાચીયા, અમદાવાદ:
13 એપ્રિલ 2026:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અત્યંત ઉત્સાહ સાથે તેની પ્રતિષ્ઠિત વાર્ષિક ટ્રેડ એક્સ્પો — GATE 2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) ની જાહેરાત કરે છે. આ ભવ્ય પ્રદર્શન ૧૬ થી ૧૮ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૦૦ વાગ્યાથી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.

GATE 2025 ની અભૂતપૂર્વ સફળતા બાદ નવું સોપાન
GATE 2026 નું આયોજન ૨૦૨૫ ના એડિશનની નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેણે આ પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ માટે એક મજબૂત પાયો નાખ્યો હતો. GATE 2025 નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અને પ્રત્યક્ષ ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ૩૦૦ થી વધુ પ્રદર્શકો અને ૧૬,૦૦૦ થી વધુ ઉચ્ચ સ્તરીય બિઝનેસ મુલાકાતીઓ સહભાગી થયા હતા.
ગયા વર્ષનું એડિશન MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થયું હતું, જેના દ્વારા અનેક B2B જોડાણો અને નવીન સંશોધનો પ્રદર્શિત થયા હતા. GATE 2026 તે જ પરંપરાને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે સજ્જ છે.
‘વિઝન ૨૦૪૭’ સાથે સંલગ્ન આયોજન
“ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વકાંક્ષા“ (Gujarat’s Vision – Global Ambition) ની થીમ પર આધારિત GATE 2026 વ્યૂહાત્મક રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિઝન ૨૦૪૭” ને સમર્થન આપવા માટે તૈયાર કરાયું છે. આ રોડમેપ ભારતની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સ્પો ગુજરાતને ટકાઉક્ષમતા (Sustainability), નવીનતા (Innovation) અને આર્થિક સ્થિતિસ્થાપકતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.
માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન
GATE 2026 નું ભવ્ય ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરુવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ક્રેડાઈ (CREDAI) નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.
મુખ્ય હાઈ–ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદો
GATE 2026 અંતર્ગત વૈશ્વિક ઉદ્યોગ જગતના ભવિષ્ય પર કેન્દ્રિત શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય સત્રો યોજાશે:
- CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ.
- મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન.
- સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો.
- AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય.
- સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો.
- સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ.
વધુમાં, જાણીતી હસ્તીઓ સાથે વિશેષ ‘ફાયરસાઈડ ચેટ્સ’ પણ યોજાશે:
- ૧૭ એપ્રિલ: સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા કુ. સોનાલી બેન્દ્રે સાથે સંવાદ.
- ૧૮ એપ્રિલ: જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર શ્રી રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન.
સમાપન સત્ર (Valedictory Session)
GATE 2026 નું સમાપન સત્ર વ્યાપાર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
વ્યાપક ટ્રેડ પ્લેટફોર્મ: ૧૩ મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો
ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન કરવા માટે GATE 2026 માં ૧૩ મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
૧. ઓટોમોબાઈલ અને મોબિલિટી
૨. બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI)
૩. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT
૪. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ
૫. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ
૬. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ
૭. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન
૮. MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)
૯. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક
૧૦. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન
૧૧. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી
૧૨. મહિલા ઉદ્યોગસાહસિકતા
૧૩. ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ
GATE 2026 માં સહભાગી થવાના ફાયદા
- પ્રદર્શકો માટે: નિર્ણય લેનારાઓ, રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ પોતાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક.
- મુલાકાતીઓ માટે: આધુનિક ટેકનોલોજી અને નવા વ્યાપારી નેટવર્કિંગશોધવાની તક.
- સ્પોન્સર્સ માટે: GCCI ના પ્લેટફોર્મ દ્વારા બ્રાન્ડ વિઝિબિલિટી અને નેતૃત્વ સ્થાપિત કરવાની તક.
વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે મુલાકાત લો: www.gccigate.com અથવા સંપર્ક કરો: +91 99747 44229, ઈમેઈલ: [email protected].
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GATE2026byGCCI #Vision2047 #GlobalizationofGujarat’sBusinessLandscape #GujaratChamberofCommerceandIndustry #GCCI #AnnualTradeExpo—GATE2026 #GujaratAnnualTradeExpo



