વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલે Samuel Hahnemann ના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ જર્મનીના હતા અને એલોપેથીક ચિકિત્સક હતા. પરંતુ તેઓ સારવારની પીડાદાયક પદ્ધતિઓ અને રોગોના કાયમી ઉપચારના અભાવથી નિરાશ થયા, તેથી તેમણે પ્રેક્ટિસ છોડીને અનુવાદનું કાર્ય શરૂ કર્યું, કારણકે તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. અનુવાદ દરમિયાન તેમણે હોમિયોપેથીના સિદ્ધાંતો વિશે જાણ્યું અને વિશ્વને હોમિયોપેથીની અમૂલ્ય ભેટ આપી.
આજે હોમિયોપેથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઝડપથી વિકસતી ચિકિત્સા પદ્ધતિ છે. ભારત સરકારે હોમિયોપેથીના પ્રોત્સાહન માટે AYUSH વિભાગ શરૂ કર્યો છે. સાથે-સાથે Central Council for Research in Homoeopathy (CCRH) નામની સંસ્થા પણ શરૂ કરવામાં આવી છે, જે હોમિયોપેથીના સંશોધન માટે કાર્ય કરે છે
આ પદ્ધતિના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:
– તેમાં આડઅસર નથી અને કાયમી ઉપચાર મળે છે.
-હોમિયોપેથી દવાઓ બનાવવામાં કાચા પદાર્થોનો સીધો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેની ઔષધીય શક્તિ વિશેષ પદ્ધતિથી લેવામાં આવે છે.
-આ અન્ય પદ્ધતિઓની સરખામણીએ ખૂબ જ સસ્તી છે.
-વધુમાં, મોટાભાગની દવાઓ સફેદ મીઠી ગોળીઓના સ્વરૂપમાં હોય છે, તેથી તેને લઈ જવું અને લેવુ સરળ છે
-અને ખાસ કરીને બાળકોમાં ખૂબ લોકપ્રિય છે.
દવા લેતી વખતે કોઈ ખાસ ડાયેટ નિયંત્રણ નથી, પરંતુ પોતાના રોગ મુજબ આહારનું પાલન કરવું જરૂરી છે.
હોમિયોપેથીમાં સામાન્ય સર્દીથી લઈને કેન્સર સુધીની સારવાર ઉપલબ્ધ છે. સારવાર દરમિયાન માત્ર રોગના લક્ષણોને નહીં પરંતુ સમગ્ર વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી વિગતવાર કેસ સ્ટડી અને સંપૂર્ણ કેસ ટેકિંગ જરૂરી છે.
હોમિયોપેથી શિક્ષણ માટે 12મા વિજ્ઞાન સાથે બાયોલોજી પછી NEET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. BHMS ડિગ્રી માટે કુલ 4½ વર્ષનો અભ્યાસ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ જરૂરી છે. ત્યારબાદ MD (હોમિયોપેથી) માટે વધુ 3 વર્ષ અભ્યાસ કરવો પડે છે. હોમિયોપેથી વિષયોમાં PhD પણ કરી શકાય છે. સમગ્ર અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં થાય છે. અમે MBBS વિદ્યાર્થીઓ જે વિષયો અને પુસ્તકો ભણે છે તે જ ભણી રહ્યા છીએ.
આ એક ઉત્તમ વિજ્ઞાન છે અને દરેક વ્યક્તિએ તાત્કાલિક તેમજ દીર્ઘકાલીન રોગોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #SamuelHahnemann #NEET #BHMS #MD #Homoeopathy #CCRH #MBBS #AYUSH #CentralCouncilforResearchinHomoeopathy #WorldHomeopathyDay #ahmedaba



