- મકાનનો કબ્જો લેવાય તેના એક દિવસ પહેલા જ વિધવાને હાઇકોર્ટે બહુ મોટી રાહત આપી
- હોમ લોન લેતી વખતે વીમા કવચનું રક્ષણ હતુ, છતાં વીમા કંપનીએ બાકી લોન ભરપાઇ ના કરી, ઉલ્ટાનું ફાયનાન્સ કપની અને વીમા કંપનીએ વિધવાને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવી હેરાન કરી
- હાઇકોર્ટના એડવોકેટ સુભાષ બારોટની નિઃસ્વાર્થ સેવા અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલની સખત મહેનત રંગ લાવી, હાઇકોર્ટમાંથી રાહત મળતાં વિધવાની આંખોમાંથી આંસુ સરી પડયા
પથિક લીંબાચિયા, અમદાવાદ:
27 માર્ચ 2026:
ખાનગી ફાયનાન્સ કંપનીઓ નાના અને જરૃરિયાત લોનધારકોને કેવી રીતે કાયદાની આંટીઘૂંટીમાં હેરાન કરે છે અને તેઓની પાસેથી પઠાણી ઉઘરાણીથી માંડી મિલ્કતોના કબ્જો મેળવી લેવાની કેવી કેવી પેરવીઓ કરતા હોય છે તેવો જ એક લાચાર વિધવાને હેરાનગતિનો કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. ખાનગી ફાયનાન્સ કંપની આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાંથી લોન લેનાર અરજદાર વિધવાનો પતિ કોરોનાકાળમાં ગુજરી ગયો, લોન લીધી ત્યારે ઇન્શ્યોરન્સ કંપની ડીએચએફએલ પ્રમેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના વીમા કવચથી આરક્ષિત હતો અને તેથી બાકી લોન ચૂકવવાની જવાબદારી વીમા કંપનીની હતી તેમછતાં વીમા કંપનીએ લોનની રકમ તો ચૂકવી નહી અને બીજીબાજુ, ફાયનાન્સ કંપનીએ ગાંધીનગર કોર્ટમાંથી સરફેસાઇ એકટમાંથી અરજદાર વિધવાની મિલ્કતનો કબ્જો લઇ લેવાનો ઓર્ડર મેળવી લીધો હતો.

આવતીકાલે આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપની દ્વારા મકાનનો કબ્જો લેવાની તજવીજ હાથ ધરાવાની હતી ત્યારે અરજદાર વિધવાએ પોતાનું મકાન બચાવવા અરજન્ટ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી, જેમાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ છેલ્લા દિવસે કેસની હકીકતો ધ્યાને લઇ અરજદાર વિધવાને બહુ મોટી રાહત આપી હતી. ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા મકાનનો કબ્જો લેવા સામે અરજદાર વિધવાએ કરેલી અરજીમાં ડીઆરટી(ડેેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ)એ રાહત નહી આપતાં આ હુકમને ડીઆરટી એપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે અને ડીઆરટી-એટીમાં અપીલ કરવા માટેની મંજૂરી આપી છે. આમ, તા.૨૯મી માર્ચે આધાર હાઉસીગ ફાયનાન્સ કંપની દ્વારા ગરીબ લાચાર વિધવાના મકાનનો કબ્જો લેવાની મનષા પર રોક લાગી ગઇ છે., હાઇકોર્ટે પણ છેલ્લા દિવસે રાહત આપી અરજદાર વિધવાનુ મકાન ફાયનાન્સ કંપનીના હાથમાંથી જતા બચાવી લીધુ.
શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા અરજદાર ગીતાબેન રાઠોડ તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ સુભાષ બારોટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર અને તેમના પતિ નરેશ રાઠોડ દ્વારા મકાન ખરીદવા આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપની લિ.માંથી રૃ.૨૦.૩૪ લાખની હોમ લોન લેવામાં આવી હતી. જેમાં ડીએચએફએલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના વીમા કવચ પણ લેવામાં આવ્યું હતું. લોન વખતે જ ઇન્શ્યોરન્સ કંપનીને આધાર શિલા પ્લસ હોમ લોન પ્લાન અને જીઆઇ રેસીડેન્સીયલ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ પ્લાનનું પ્રીમીયમ પણ ચૂકવાયુ હતું. આ વીમા કવચ મુજબ, જો લોન લેનાર કે કમાનાર મુખ્ય વ્યકિતનું અવસાન થાય અને આવક બંધ થાય તો પ્રોપર્ટી સુરક્ષિત રહે અને નુકસાની સામે રિસ્ક કવર થાય.
દરમ્યાન વર્ષ ૨૦૨૦માં અરજદારના પતિનું કોરોના કાળ દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. જેથી આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપનીએ મૃતકના પતિની બાકી લોનની રકમ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી વસૂલવાની થાય છે, કારણ કે, અરજદારના પતિએ આ અંગેની બે પોલિસીઓ એ વખતે જ લીધેલી હતી. તેમછતાં વીમા કંપનીએ દાવો નકારી કાઢયો હતો. જેથી વિધવાએ ગ્રાહક તકરાર નિવારણ કમીશન(અમદાવાદ ગ્રામ્ય)માં ફરિયાદ કરતાં કમીશને પણ ડીએચએફલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીને બાકી લોન ચૂકતે કરવા અને આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપનીને અરજદાર પાસેથી તેના પતિના મૃત્યુ છતાં લોનના જે હપ્તા વસૂલાયા તે પરત કરવા હુકમ કર્યો હતો. જો કે, આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપની અને ડીએચએફએલ ઇન્શ્યોરન્સ કંપનીએ આ હુકમનું પાલન કરવાને બદલે તેને સ્ટેટ કમીશનમાં પડકાર્યો, જયાં પણ તેઓને રાહત ના મળી તો, તેઓએ નેશનલ કમીશનમાં તેને પડકાર્યો. જે મેટર હાલ ત્યાં પેન્ડીંગ છે. એડવોકેટ સુભાષ બારોટની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે અરજદાર વિધવાને ઉપરોક્ત રાહત આપી હતી.
વિધવાનું મકાન પર કબ્જો કરવા ફાયનાન્સ કંપનીએ કોર્ટમાંથી હુકમ મેળવી લીધો
બીજીબાજુ, કયાંયથી રાહત નહી મળતાં આધાર હાઉસીંગ ફાયનાન્સ કંપનીએ સરફેસાઇ(સીક્યુટરાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીકયોરીટી ઇન્ટરેસ્ટ) એકટ હેઠળ ગાંધીનગર કોર્ટમાં અરજી કરી વિધવાના મકાનનો કબ્જો મેળવી લેવાનો હુકમ કર્યો હતો. ગરીબ અને લાચર વિધવાને આ બધા કાયદાની અને તેની આંટીઘૂંટીની કયાં ખબર હોય..પોતાનું મકાન બચાવવા વિધવાએ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ(ડીઆરટી)માં ગુહાર લગાવી હતી. જો કે, ડીઆરટીએ વિધવાને કોઇ રાહત ના આપી. તા.૨૯મીએ કોર્ટ કમીશન સાથે મકાનનો કબ્જો લેવાની ફાયનાન્સ કંપનીની મેલીમુરાદ હતી પરંતુ અરજદાર વિધવાએ હાઇકોર્ટ અરજન્ટ પિટિશનમાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ તેને છેલ્લા દિવસે બહુ મોટી રાહત આપી હતી અને ડીઆરટીના હુકમ સામે ડીઆરટી એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા ત્રણ સપ્તાહનો સમય આપતાં ફાયનાન્સ કંપનીને પણ લપડાક પડી છે. નિર્દોષ લોનધારકો અને આવી તેમની વિધવા કે પરિજનોને કાયદાની આંટીઘૂંટી ફસાવી અપાતાં ત્રાસને ઉજાગર કરતો આ કિસ્સો છે. હાઇકોર્ટે રાહત આપતાં એક તબક્કે ગરીબ અન લાચાર વિધવાની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Finance company’s game to seize widow’s house after husband’s death in #Corona #HomeLoan #InsuranceCoverage #LoanRepayment #InsuranceCompany #HighCourt #ConsumerProtection #ConsumerSolicitation #ConsumerRevolutionFoundation #ahmedaba



