પથિક લીંબાચિયા, અમદાવાદ:
17 માર્ચ 2026:
સ્ટેલર સ્કોડા દ્વારા અમદાવાદના મકરબા, એસ.જી. હાઇવે ખાતે આવેલ સ્ટેલર સ્કોડા શોરૂમમાં નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ (Skoda Kushaq Facelift) મોડેલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેલર સ્કોડાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અભિમન્યુ ત્રિપાઠી, બિઝનેસ હેડ શ્રી સમય નારમદેઓ અને સ્કોડાના કી એકાઉન્ટ મેનેજર શ્રી અનુપ ગુપ્તા દ્વારા વાહનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સ્ટેલર સ્કોડાના શોરૂમ હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, ભરૂચ અને આણંદ શહેરોમાં કાર્યરત છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડી રહ્યા છે.
નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ મોડેલમાં અનેક આધુનિક અને પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં પેનોરામિક સનરૂફ, રિયર સીટ મસાજર, ફ્રન્ટમાં કનેક્ટેડ એલઇડી ડીઆરએલ, કનેક્ટેડ ટેલ લેમ્પ અને ઉદ્યોગમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવેલ નવું 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ જેવી વિશેષતાઓ સામેલ છે. ઉપરાંત, આ મોડેલના બેઝ વેરિઅન્ટથી જ ઓટોમેટિક ગિયરબોક્સ અને સનરૂફ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ તેના આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ ફીચર્સ અને અદ્યતન ટેક્નોલોજી સાથે ગ્રાહકો માટે એક ઉત્તમ પસંદગી બનશે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #SkodaKushaqFacelift #SkodaKushaq #Skoda #Kushaq #ahmedaba



