- આરોપી સામે આખોય કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે, ત્યારે દયા ન દાખવી શકાયઃ કોર્ટ
- રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલની દલીલો ગ્રાહય રાખીને સેશન્સ કોર્ટે આરોપીને દાખલારૂપ સજા ફટકારી
અમદાવાદ: 10 માર્ચ 2026:
વર્ષ 2022માં શહેરના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પર હુમલો કરી તેની હત્યાનો પ્રાયસ કરવાના કેસમાં આરોપી બિરબલ બાબુભાઇ પલાસને સેશન્સ કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, પોલીસ મથકમાં સરકારી કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો તે અત્યંત ગંભીર બાબત છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.

શહેરના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાવિન બંસીધર રાણા તેમના સહકર્મી પોપટભાઇ ગોરાભાઇ સાથે 26 ઓગસ્ટ 2022ના રોજ પોલીસ મથકમાં હાજર હતા. ત્યારે ત્યાં રહેતો બિરબલ બાબુભાઇ પલાસ આવ્યો હતો. ત્યારબાદ અદાવતના કારણે પોલીસમથકમાં જ હેડ કોન્સ્ટેબલ પોપટભાઇ ગોરાભાઇ પર પથ્થર વડે હુમલો કરી હત્યાનો પ્રાયસ કર્યો હતો. આ ઘટનામાં તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસે આરોપી બિરબલ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી એક મહિના બાદ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી સામે તપાસ કરી ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો.
જેમાં રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીને ફરિયાદ સહિતના આરોપીઓએ ઓળખી બતાવ્યો છે, આખોય કેસ પુરવાર થયા છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઝનુની સ્વભાવનો હોઇ ગમે ત્યારે ગમે તે વ્યકિત પર હુમલો કરતાં ખચકાટ અનુભવતો નથી. આરોપીએ જાહેરજનતામાં ભય પ્રસ્થાપિત કરવા અને રોફ જમાવવા આ પ્રકારના હુમલા કરવાની ટેવવાળો છે અને આવા આરોપીને કાયદાનો ડર રહે અને કાયદાનું શાસન જળવાઇ રહે તે હેતુથી કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. બીજી તરફ આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર પક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ. પટેલની દલીલો ગ્રાહય રાખીને કોર્ટે આરોપીને હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #10yearsimprisonmentformanwhoattemptedtokillpoliceofficerinpolicestation #Police #Attemptedtokillpoliceofficer #SessionsCourt #PoliceAttack #VatwajiIDCPoliceStation #ahmedaba



