પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 માર્ચ 2026:
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ બ્રાન્ચનું બન્ને ગ્રૂપનું પરિણામ 13.19 ટકા આવ્યું છે. અમદાવાદ બ્રાન્ચના 7વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.

સી.એ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં અમદાવાદ બ્રાન્ચમાંથી ગ્રૂપ એકમાં 1487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 246 પાસ થતાં ગ્રૂપ એકનું પરિણામ 16.54 ટકા આવ્યું છે. ગ્રૂપ બેમાં કુલ 701 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 146 પાસ થતાં ગ્રૂપ બે નું પરિણામ 20.83 ટકા આવ્યું છે. બન્ને ગ્રૂપમાં કુલ 1433 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 189 વિદ્યાર્થીઓ પાસ થતાં બન્ને ગ્રૂપનું પરિણામ 13.19 ટકા આવ્યું છે. ગત વર્ષે એટલે કે સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં બન્ને ગ્રૂપનું પરિણામ 12.35 ટકા જેટલું આવ્યું હતુ. એટલે કે અગાઉના પરિણામ કરતાં ચાલુવર્ષે સામાન્ય વધારો નોંધાયો છે. આજ રીતે ઓલ ઇન્ડિયાનું પરિણામ જોઇએ તો ઓલ ઇન્ડિયામાં ગ્રૂપ એકમાં 105526 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 14733 વિદ્યાર્થીઓ પાસ થતાં ગ્રૂપ એકનું પરિણામ 13.96 ટકા આવ્યું છે. આજ રીતે ગ્રૂપ બેમાં 69477 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 10798 વિદ્યાર્થીઓ પાસ થતાં 15.54 ટકા પરિણામ આવ્યું છે. બન્ને ગ્રૂપનું જોઇએ તો કુલ 41798 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 3924 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આઈસીએઆઈ (ICAI) દ્વારા જાહેર કરવામાં આવેલા સીએ ઇન્ટરમીડિયેટના પરિણામમાં અમદાવાદ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. ગ્રૂપ-1 ની પરીક્ષામાં કુલ 1487 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 246 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થતા આ ગ્રૂપનું પરિણામ 16.54% નોંધાયું છે. તેવી જ રીતે, ગ્રૂપ-2 માં કુલ 701 ઉમેદવારોમાંથી 146 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેનું પરિણામ 20.83% જેટલું ઊંચું રહ્યું છે. જે વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપની પરીક્ષા સાથે આપી હતી, તેવા 1433 વિદ્યાર્થીઓમાંથી 189 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેનું સરેરાશ પરિણામ 13.19% આવ્યું છે.
અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) ની યાદીમાં અમદાવાદના 7 તેજસ્વી તારલાઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં બરુન અગ્રવાલ 17મા રેન્ક સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ગૌરવ પ્રજાપતિ (29મો રેન્ક), કરણ હરવાણી (34મો રેન્ક), નેહા ગુપ્તા (42મો રેન્ક), કનિશ્કા શાહ (46મો રેન્ક), ઋષભ મહેતા (46મો રેન્ક) અને વૈભવ શાખવાલા એ 50મો રેન્ક પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ICAI–AhmedabadBranch #CA #TheInstituteofCharteredAccountantsofIndia–AhmedabadBranch #WIRC #CA-IntermediateJanuary-2026ExamResult



