પથિક લીંબાચિયા, અમદાવાદ:
09 માર્ચ 2026:
શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જગવલ્લભ ભાતાઘર કમિટી, ડો. ભૂપેશભાઈ ડી. શાહ, શ્રી સ્તંભતીર્થ વિશા શ્રીમાળી જૈન મંડળ, શ્રી અમદાવાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંડળ, વિશા શ્રીમાળી શ્રાવક જ્ઞાતિ (મોટી જ્ઞાતિ) અને સંજીવની બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પ શ્રી સર્યુ-હસુ સાંસ્કૃતિક ભવન, ચંદ્રનગર, અમદાવાદ માં રાખવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં સવારે 9 કલાકથી ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકો આવ્યા હતા, વિશેષમાં આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી વિપુલ સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કરી આ સેવા કાર્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં પાંચસો થી વધુ લોકો રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે. રક્તદાન શરૂ થયાના બે કલાકમાં જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.

રક્તદાન કેમ્પના આયોજકો અને રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ ઉત્સાહ ને વધુ બળ આપવા માટે શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય એલિસબ્રિજ, શ્રી કૌશિકભાઈ જૈન ધારાસભ્ય દરિયાપુર, શ્રી મેહુલભાઈ શાહ કોર્પોરેટર વાસણા, શ્રી જૈનિક ભાઈ વકીલ (સીએ), ડો.હર્ષદભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠ વાઈસ ચાન્સેલર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #BlooddonationcampbySrijalawadmurtipujakjainsewasmaajtrust #Blooddonationcamp #Women‘sDay #Srijalawadmurtipujakjainsewasmaajtrust #ahmedaba



