- ચૂંટણીને લઇ સમગ્ર રાજયમાં 150થી વધુ મતદાન મથકો અને 450થી વધુ પોલીંગ ઓફિસરોની નિમણૂંક
- ચૂંટણીમાં બેલેટ પેપર લાવવાથી લઇ મતદાન પૂર્ણ થઇ જાય ત્યારબાદ મતપેટીઓ સુરક્ષિત પહોંચાડવા સુધી ચુસ્ત અને ફુલ પ્રુફ બંદોબસ્ત-વ્યવસ્થા રાખવા બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાની ઉગ્ર માંગણી
અમદાવાદ: 28 ફેબ્રુઆરી 2026:
ગુજરાત બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને ભારે રસાકસીભરી ચૂંટણી તા.૬ઠ્ઠી માર્ચના રોજ યોજાનાર છે, ત્યારે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીના નિર્દેશાનુસાર મુખ્ય ચૂંટણી અધિકારી અને રિટર્નીંગ ઓફસરો દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ અને આયોજન કરી દેવાયા છે. જેના અનુંસંધાનમાં અમદાવાદ સહિત રાજયભરમાં મળી કુલ ૧૫૦ થી વધુ મતદાન મથકો અને ૪૫૦થી વધુ પોલીંગ ઓફિસરોની નિયુકિત કરવામાં આવી છે. આ વખતે સૌપ્રથમવાર લાઇવ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરાની નીગરાની હેઠળ રાજયભરમાં મતદાન યોજાશે. બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ રાજયભરમાં વકીલઆલમમાં જબરદસ્ત રીતે ઇલેકશનનો માહોલ જામ્યો છે. આ વખતનીચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે બહુ જોરદાર ગળાકાપ સ્પર્ધા રહેશે.

દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં મતદાન માટે ગુજરાત હાઇકોર્ટના વકીલોના મતદાન માટે અલગ મતદાન મથકની વ્યવસ્થા હોય છે, તો ગ્રાહક કોર્ટોના વકીલો માટે પણ અલગ મતદાન મથક હોય છે. બીજીબાજુ, શહેરની ઘી કાંટા ફોજદારી કોર્ટ, ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિતની જુદી જુદી કોર્ટોના વકીલોના મતદાન માટે દર વર્ષે ભદ્ર સેશન્સ કોર્ટ સંકુલમાં આવેલ ગુજરાત કલબ ખાતે જ છેલ્લા ૬૪ વર્ષોથી મતદાન થતુ આવ્યું છે પરંતુ આ વખતે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ મતદાન મથક ત્યાંથી રદ કરીને ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે મતદાન મથક આપવામાં આવ્યું છે, જેને લઇ વકીલોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. જો કે, હવે ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી હોઇ ચૂંટણી અધિકારીએ આ મામલે સુનાવણી કરીને પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથક પર જ મતદાન યોજાશે તેવી વકીલોને તાકીદ કરી હતી.
દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલની ચૂંટણીમાં વકીલ મતદારોએ પ્રેફરેન્સીયલ વોટ સીસ્ટમથી તેમના પસંદગીના ઉમેદવારોને મતદાન કરવાનું છે. આ વર્ષે અમદાવાદના મતદાન મથકો પર ચૂંટણી દરમ્યાન મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણ કે, સવારે ૯-૦૦ વાગ્યાથી મતદાન શરૃ થશે, સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન ચાલશે. આમ, મતદાન પ્રક્રિયામાં એક કલાકનો વધારો કરાયો છે. આ વખતે સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોના બદલે ૨૩ સભ્યોની ચૂંટણી યોજાશે. સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ, ૩૦ ટકા મહિલા અનામત રાખવાની હોવાથી પાંચ બેટકો મહિલા વકીલોના ફાળે આવશે. જયારે બે બેઠકો કો-ઓપ્શનથી ભરાશે. આ વખતની ચૂંટણીમાં ૭૯ પુરૃષ ઉમેદવારો અને ૨૦ મહિલા ઉમેદવારો મેદાનમાં છે. આ વખતની બાર કાઉન્સીલની ચૂંટણીમાં બેલેટ પેપર લાવવાથી લઇ મતદાન પૂર્ણ થઇ જાય ત્યારબાદ મતપેટીઓ સુરક્ષિત પહોંચાડવા સુધી ચુસ્ત અને ફુલ પ્રુફ બંદોબસ્ત-વ્યવસ્થા રાખવા બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વિશેષ માંગણી કરી છે કે જેથી વકીલોનું હિત જળવાય અને મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે ચૂંટણી યોજાય.
મતદાન માટે કયા પુરાવા સાથે રાખવાના રહેશે…?
વકીલ મતદારોએ બાર કાઉન્સીલનું આઇ કાર્ડ, પોતાના બાર એસોસીએશનનું આઇ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ સહિતના સંબંધિત પુરાવા મતદાન કરતી વખતે ફરજિયાતપણે સાથે રાખવાના રહેશે.
દિલ્હી બાર કાઉ.ની ચૂંટણીમાં ગેરરીતિ આચરનાર ૬૭ વકીલો સસ્પેન્ડ
દિલ્હી બાર કાઉન્સીલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કથિત ગેરરીત અને ગેરવર્તન બદલ સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીએ સપાટો બોલાવ્યો હતો અને કસૂરવાર આવા તમામ વકીલો વિરૃધ્ધ પગલાં લેવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને ભલામણ કરી હતી, જેને પગલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ ૬૭ વકીલોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratBarCouncil’sHighlyPrestigiousElections #GujaratBarCouncil #Elections #SupremeCourt #HighPowerElectionCommittee #ahmedaba



