પથિક લીંબાચિયા, અમદાવાદ:
27 જાન્યુઆરી 2026:
કેનેડિયન ઇન્ટરનેશનલ બ્યુટી એકેડેમી અને સ્ટુડિયો (CIBAS)નું ૧૦૪, આનંદ સ્કાયલાઇફ, ચાંદખેડા, અમદાવાદખાતે ભવ્ય ઉદઘાટન થયું. રિદ્ધિ અને સંજય ઇન્દ્રપુરી દ્વારા શરૂ કરાયેલ આ એકેડેમી કેનેડામાં વર્ષોથી સફળતાપૂર્વક ચાલતા બ્યુટી સ્ટુડિયો અને એકેડેમીના અનુભવ સાથે ભારતમાં પ્રથમ ગ્લોબલ બ્રાંચ તરીકે શરૂ કરવામાં આવી છે. સાથે એ પણ જણાવાયું છે કે CIBASનું કેનેડા લોકેશન આજેય કાર્યરત છે અને “રિદ્ધિ સ્કિન કેર સ્પા અને એકેડેમી” કેનેડામાં પરફેક્ટ ટ્રેનિંગ માટે જાણીતું નામ છે.

કેનેડિયન શિક્ષિકા રિદ્ધિ ઇન્દ્રપુરી (કેનેડિયન સર્ટિફાઈડ મેડિકલ એસ્થેટિશિયન, PMU આર્ટિસ્ટ અને બ્રાઇડલ હેર–મેકઅપ એક્સપર્ટ)નું મુખ્ય લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય થિયરી + પ્રેક્ટિકલ, પોર્ટફોલિયો વર્ક, પ્રોડક્ટ નોલેજ અને આફ્ટર સપોર્ટ સાથે એવું સંપૂર્ણ માર્ગદર્શન મળે કે ટ્રેનિંગ પૂરી થતાં જ તેઓ આત્મવિશ્વાસથી ક્લાયન્ટ હેન્ડલ કરી શકે અને પછી અલગ-અલગ જગ્યાએ ફરીથી ટ્રેનિંગ લેવાની જરૂર ન પડે—આ CIBASનું સ્પષ્ટ ધ્યેય છે, જેથી વિદ્યાર્થીઓના સમય અને પૈસાનો વ્યર્થ ખર્ચ ન થાય.

CIBASમાં સેફ્ટી અને હાઈજીન પર કડક ફોકસ, જંતુરહિત સાધનો અને સ્વચ્છ કાર્યસ્થળ પર કોઈ સમાધાન કરાતું નથી. અહીં બ્યુટિશિયન ડિપ્લોમા, મેડિકલ એસ્થેટિશિયન ડિપ્લોમા, બ્રાઇડલ મેકઅપ અને હેર ડિપ્લોમા, નેલ આર્ટિસ્ટ ડિપ્લોમા અને પર્માનેંટ મેકઅપ આર્ટિસ્ટ (PMU) ડિપ્લોમા સહિતના કોર્સિસ તથા પ્રીમિયમ સર્વિસિસ ઉપલબ્ધ છે.
રિદ્ધિ ઇન્દ્રપુરીની ટ્રેનિંગ ક્ષમતાની ખાસ વાત એ છે કે ઘણા વિદ્યાર્થીઓ ૧–૨ દિવસમાં જ રિયલ કસ્ટમર પર આઈબ્રોઝ થ્રેડિંગ જેવી કઠિન ટેક્નિક પણ આત્મવિશ્વાસથી કરવાની કાબેલિયત મેળવી લે છે. ઓછા સમયમાં વિદ્યાર્થીઓને એક્સપર્ટ બનાવવામાં તેઓ કેનેડામાં ખૂબ પ્રસિદ્ધ છે અને કેનેડાના અલગ-અલગ પ્રોવિન્સમાંથી લોકો દૂર દૂરથી પણ તેમની પાસે ટ્રેનિંગ લેવા આવે છે.
ગ્રાન્ડ ઓપનિંગ નિમિત્તે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ ઉપલબ્ધ છે. જો તમે પણ આ બ્યુટી ફીલ્ડમાં આગળ વધવા માંગતા હો, તો CIBAS ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #cibas #CanadianInternationalBeautyAcademy&studio # RiddhiIndrapuri #snjayIndrpuri #trending #ahmedaba



