નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 જૂન 2024:
પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનાં માલિક શ્રી પ્રદીપ પંડયા દ્વારા સ્ટુડિયો નું ઉદઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ નાં ફોરડી મોલ વિસત પેટ્રોલ પંપ ચંદલાખેડા ખાતે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા. પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી સિંગર આવ્યા હતા પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની દ્વારા લોકો ને આગળ વધવાની ઉત્તમ તક આપતી કંપની ની છે.
આં કંપની નાં માધ્યમ થી આલ્બમ હોય કે પિક્ચર માં ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં માં આં કંપની ખુબ મોટો સિંહફાળો આપતી કંપની છે.
જે કોઈ ગાયક નું આલ્બમ રીલીજ થતું હોય તો પ્રિન્સ સ્વરા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝીક કંપની સ્વહ ખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટ માં લાવવા માં મદદરૂપ બને છે
આ ઉદઘાટન જેવા શુભ પ્રસંગે મમતા સોની ગુજરાતી ખ્યાતનામ કલાકાર તેમજ ગુજરાતી ગીતો નાં પ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ બારોટ જેમને પોતાના સ્વર થી લોકોના દિલ જીત્યા છે તેમજ આલ્બમ સોન્ગ માં પ્રચલિત બનેલા દેવ પગલી જેવા નામાંકિત કલાકાર ની ઉપસ્થિતિ માં આં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
#bharatmirror #bharatmirror21 #news #princeswara #musicstudio #pradippandya #ahmedabad