પથિક લીંબાચીયા, અમદાવાદ:
30 સપ્ટેમ્બર 2026:
અમદાવાદ, ગુજરાત : આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન એ અમદાવાદની ખાસ મુલાકાત લીધી હતી. આગામી ૯ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ હાઇ-સ્ટેક્સ કોમેડી એન્ટરટેઇનર ફિલ્મ અંગે તેઓ એ માહિતી આપી.

આયુષ્યમાન ખુરાનાની ફેમિલી-એન્ટરટેનર શૈલીને ફરી એકવાર મોટા પડદા પર લાવતી ફિલ્મ ‘ઉડતા તીર’ પરંપરાગત જાસૂસી દુનિયાને એક રમુજી અને મનોરંજક ટ્વિસ્ટ આપે છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાની સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મની વાર્તા પાકિસ્તાની એજન્ટ બિલાલ અહમદ (આયુષ્યમાન ખુરાના)ની આસપાસ ફરે છે, જે ભારતમાં ઘૂસણખોરી કરે છે પરંતુ એક અકસ્માતમાં પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. ભૂલથી તે પોતાને ભારતીય જાસૂસ માનવા લાગે છે, જેના કારણે રમૂજી અને અરાજકતાથી ભરેલી ઘટનાઓનો સિલસિલો શરૂ થાય છે.

આ ફિલ્મથી આકાશ એ. કૌશિક ફીચર ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. ‘ઉડતા તીર’નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને સિખ્યા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરણ જોહર, અદાર પૂનાવાલા, અજય મેહતા, ગુનીત મોંગા કપૂર અને અચિન જૈન દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની ટીમે આ અનોખા મનોરંજક કોન્સેપ્ટને મોટા પડદા પર લાવવાનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ પ્રેક્ષકો માટે તીક્ષ્ણ હાસ્ય, કૌટુંબિક મનોરંજન અને આયુષ્યમાન-સારાની નવી જોડીની ફ્રેશ કેમિસ્ટ્રીનું સુંદર મિશ્રણ લઈને આવી રહી છે.
ફિલ્મ ‘ઉડતા તીર’ ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં ગ્રાન્ડ રિલીઝ માટે તૈયાર છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #upcomingmovieUDTATEER #SARA ALIKHAN #AYUSHMANNKHURRANA #UstaTeer



