પથિક લીંબાચીયા, અમદાવાદ:
30 સપ્ટેમ્બર 2026:
આ વર્ષે દિવાળીના વિવિધ તહેવાર નવેમ્બર ૨૦૨૬ દરમિયાન આવી રહેલ છે, જે કારણે, સમગ્ર વ્યાપારી જગત માટે ઓક્ટોબર ૨૦૨૬ના નવેમ્બર ૨૦૨૬ દરમિયાન ભરવાના GST રિટર્ન ફાઇલ કરવા બાબતે ખુબ તકલીફ પડે તેમ છે. આ બાબતે GCCIએ સમગ્ર વ્યાપારી જગતની લાગણીઓ ને ધ્યાનમાં લઇ, માનનીય કેન્દ્રીય નાણામંત્રી અને GST કાઉન્સિલના અધ્યક્ષ શ્રીમતી નિર્મલા સીતારમણ સમક્ષ આ રિટર્ન ભરવાની તારીખો લંબાવવા અંગે વિચારણા કરવા માટે રજૂઆત કરી છે.

દિવાળીના આગામી તહેવારો ને ધ્યાનમાં લઇ, બજારમાં વધનારી માંગને કારણે દિવાળી પહેલા નો સમયગાળો વ્યવસાયો માટે અત્યંત વ્યસ્ત રહેવાનો છે તેમજ પરંપરાગત રીતે મોટા ભાગના વ્યવસાય લાભ પાંચમ સુધી ઘણા દિવસો માટે બંધ રહેતા હોય છે, તે બાબતોને ધ્યાનમાં રાખીને અમે માનનીય કેન્દ્રીય નાણામંત્રીને ઓક્ટોબર ૨૦૨૬ના મહિના માટેના GST રિટર્ન સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવવા માટે નમ્ર વિનંતી કરી છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે GSTR-7, GSTR-8, GSTR-1, IFF (વૈકલ્પિક), GSTR-5 અને GSTR-6 ફોર્મ ભરવાની કાયદેસરની નિયત તારીખો ૧૦.૧૧.૨૦૨૬ થી ૧૩.૧૧.૨૦૨૬ વચ્ચેની છે; આ તમામ તારીખો એવા સમયગાળામાં આવે છે જ્યારે મોટાભાગના વ્યવસાય બંધ હોય છે. તેવી જ રીતે, GSTR-3B અને GSTR-5A ફોર્મ ભરવાની નિયત તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૬ છે. આનાથી કરદાતાઓ અને વ્યાવસાયિકો પાસે વ્યવસાય ફરી શરૂ થયા પછી અગાઉની કાયદાકીય પ્રક્રિયાઓ (compliances) પૂર્ણ કરવા, જરૂરી reconciliation કરવા અને ત્યારબાદના રિટર્ન તૈયાર કરવા માટે ખૂબ જ મર્યાદિત દિવસો બાકી રહે છે.
આપણે જાણીએ છીએ તેમ, GST compliance ની પ્રક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી હોવાથી ઉપરોક્ત બાબત વિશેષ પડકારજનક બની રહે છે. GSTR-1/IFF નો ડેટા GSTR-2B તૈયાર કરવામાં મદદરૂપ થાય છે, જે બદલામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના reconciliation અને GSTR-3B તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે.
તેથી, અમે માનનીય કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ ફાઇલિંગ માટેની કાયદેસરની સમય મર્યાદા લંબાવવા નો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે અમે નીચેની તારીખો સૂચિત કરેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GSTcompliance #GSTR #IFF #GST #GCCI #GSTR-5A #ITC #GSTR-3B #GCCIUrgesExtensionofGSTReturnDueDatesinNovember2026inviewofDiwalifestivals #GUJARATCHAMBERoFCOMMERCE&INDUSTRY



