પથિક લીંબાચીયા, અમદાવાદ:
1 ઓક્ટાબર 2026:
જાણીતા ફોટોગ્રાફર સૌરભ દેસાઈ દ્વારા લદાખના અદભૂત કુદરતી સૌંદર્ય, દુર્લભ વન્યજીવો અને સ્થાનિક સંસ્કૃતિને વણી લેતું વિશેષ પુસ્તક ‘JULLEY’ નું વિમોચન અને ફોટો એક્ઝિબિશનનો આવતીકાલ તા. 2 ઓક્ટોબર 2026 થી આરંભ થઈ રહ્યો છે. આ ફોટો એક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. 31 ઓક્ટોબર, 2026 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન નીહાળી શકાશે. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પોતાની આગવી શૈલી અને દ્રષ્ટિકોણ માટે જાણીતા સૌરભ દેસાઈ આ એક્ઝિબિશનના માધ્યમથી અમદાવાદના કલાપ્રેમીઓ સમક્ષ પોતાની કલાત્મક સફર અને અનુભવોને તસવીરોના સ્વરૂપમાં રજૂ કરશે.

શ્રી સૌરભ દેસાઈએ જણાવ્યું હતું કે, “લદ્દાખ, ઝંસ્કાર અને સ્પિતિની મારી ૧૫ વર્ષની મુસાફરી, વિવિધ મુલાકાતો, પ્રાકૃતિક દ્રશ્યો અને સફર દરમિયાન એકત્રિત થયેલી વાર્તાઓનું પ્રતિબિંબ ‘JULLEY’ બુક અને આ ફોટો એક્ઝિબિશન છે. લદાખે મને માત્ર ફોટોગ્રાફી નથી શીખવી, પણ કુદરત અને જીવન સાથે જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. ‘JULLEY’ એ લદાખની સુંદરતા અને ત્યાંના શાંત જીવનને મારા નમ્ર પ્રણામ છે. અમદાવાદના કલાપ્રેમીઓ આ પ્રદર્શન નિહાળીને હિમાલયની એ સુંદરતા અનુભવી શકશે.”
આ અંગે શ્રી સૌરભ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ‘JULLEY’ એ માત્ર એક શબ્દ નથી, પરંતુ લદાખની સંસ્કૃતિમાં પ્રેમ, આદર અને આવકાર દર્શાવતી સુંદર ભાવના છે. શ્રી સૌરભ દેસાઈએ હિમાલયની કઠિન અને બર્ફીલી ટેકરીઓ વચ્ચે વિતાવેલા વર્ષોના અનુભવો અને કેમેરામાં કંડારેલી અનન્ય ક્ષણોને આ પુસ્તક અને પ્રદર્શનમાં રજૂ કરી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #JULLEYbySaurabhDesai #Photograph #RenownedPhotographerSaurabhDesai’sBookJULLEYLaunchandPhotoExhibitioNtobeHeldatSatyaArtGallery



