અમદાવાદના આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સમાં દુનિયાના અગ્રણી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ પ્રો. ડો. હ્યુમન એમ ફતેમી સાથે કન્સલ્ટ કરવાની મર્યાદિત સમયની તક
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
20 જૂન 2023:
-વિશ્વવિખ્યાત ફર્ટિલિટી અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ પ્રો. ડો. હ્યુમન એમ. ફતેમી 17 અને 18 જૂનના રોજ સવારે 10થી બપોરે 12 વચ્ચે બે દિવસના સુપરવિઝન ઓપીડી માટે અમદાવાદના આર્ટ ફર્ટિલિટી ક્લિનિકમાં હશે. ફ્રી કન્સલ્ટેશન માટે તમારી એપોઈન્ટમેન્ટ અગાઉથી બુક કરો. આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સને કોલ કરો +91 8595053086.
આ મુલાકાત બાબતે આનંદિત આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સના ગ્રુપ મેડિકલ ડાયરેક્ટર પ્રો. ડો. હ્યુમન એમ ફતેમીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ આવીને નાગરિકો અને દંપતીઓને વાલી બનવાના માર્ગમાં ટેકો આપવાનો મોકો મળ્યો તેની ખુશી છે. આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સમાં અમે અમારા દર્દીઓને શક્ય શ્રેષ્ઠ પરિણામ મળે તેની ખાતરી રાખવા માટે અનુકંપા સંભાળ અને અત્યાધુનિક ઉપચાર આપીએ છીએ.”
અમદાવાદના આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સ ખાતે ક્લિનિકલ લીડ ડો. અઝાદેહ પટેલે જણાવ્યું હતું કે, “અમને અમદાવાદમાં ઓપીડીમાં પ્રો. ફતેમી પધારી રહ્યા છે તે વિશેષ લાગણી થાય છે. તેઓ આઈવીએફ અને આસિસ્ટેડ રિપ્રોડકશનમાં બેજોડ નિપુણતા અને અનુભવ ધરાવતા હોઈ ઈન્ફર્ટિલિટી અનુભવતા દર્દીઓ માટે આ અતુલનીય તક છે. તમારું ફ્રી કન્સલ્ટેશન હમણાં જ બુક કરો અને આ મૂલ્યવાન ગાઈડન્સનો લાભ લો.”
આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સ, ભારતના સાયન્ટિફિક ડાયરેક્ટર શ્રી વિવેક કક્કડે જણાવ્યું હતું કે, “અમે અમારા દર્દીઓને પર્સનલાઈઝ્ડ અને વ્યાપક ફર્ટિલિટી સંભાળ આપવા માટે આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પ્રો. ડો. ફતેમીની ઓપીડી દરમિયાન હાજરીથી ઈન્ફર્ટિલિટીથી પીડાતાં દંપતીઓ અને નાગરિકોને શક્ય શ્રેષ્ઠ ઉપચાર વિકલ્પો આપવાની અમારી કટિબદ્ધતા વધુ મજબૂત બને છે. “
પ્રો. ડો. હ્યુમન એમ ફતેમી બ્રસેલ્સમાં યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા અને ફર્ટિલિટી ક્ષેત્રમાં વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યા છે. તેઓ 150થી વધુ આંતરરાષ્ટ્રીય સમોવડિયાઓ દ્વારા સમીક્ષા કરવામાં આવેલા લેખો અને અનેક બુક ચેપ્ટર્સના લેખક છે અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં 150થી વધુ આમંત્રિત સ્પોકન પ્રેઝેન્ટેશન હાથ ધર્યા છે. 2009માં 35 વર્ષની ઉંમરે તેમને યુનિવર્સિટી ઓફ બ્રસેલ્સમાંથી ક્લિનિકલ પ્રોફેસરનું ટાઈટલ પ્રાપ્ત થયું હતું.
અમદાવાદમાં તેમની મુલાકાત દરમિયાન પ્રો. ફતેમી ઈન્ફર્ટિલિટીનો સામનો કરતા નાગરિકો અને યુગલોને અત્યંત ધ્યાન અને કાળજીપૂર્વકના મૂલ્યવાન ઈનસાઈટ્સ અને ગાઈડન્સ આપશે. અમારી સાથે અમદાવાદમાં સન એવેન્યુ વન, આયોજન નગરમાં અમારા ક્લિનિકમાં સવારે 10થી બપોરે 12 વચ્ચે જોડાવા અને ડિસ્કાઉન્ટના દરે ઉચ્ચ કક્ષાની સેવાઓ માટે તપાસ અને આઈવીએફ પેકેજીસ પર મફત કન્સલ્ટેશન અને આકર્ષક ડિસ્કાઉન્ટ્સનો લાભ લેવા અમારી સાથે જરૂર જોડાઓ.
આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સ વિશેઃ
આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી અને હ્યુમન રિપ્રોડક્ટિવ મેડિસીનમાં વૈશ્વિક આગેવાન તરીકે પોતાને સ્થાપિત કરી છે. વૈશ્વિક સ્તરે 70 ટકાના ગર્ભાવસ્થાનો દર સતત પ્રદાન કરવા માટે તે દુનિયાભરમાં ઓળખ ધરાવે છે, જે દર દુનિયામાં સર્વોચ્ચ છે. આ સફળતા દર્દી નિદાન અને ઉપચાર માટે પ્રોપ્રાઈટરી પ્રોટોકોલ્સ નિર્માણ કરવા મદદરૂપ થતી આંતરરાષ્ટ્રીય નિપુણતા, ચિકિત્સકીય ઉત્કૃષ્ટતા અને ફંડામેન્ટલ રિસર્ચમાં એકધારી કટિબદ્ધતા, નાવીન્યતા પ્રેરિત કરવી, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને કક્ષામાં અવ્વલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાને લીધે શક્ય બની છે.
આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સે અબુ ધાબીમાં પ્રથમ ક્લિનિક સાથે 2015માં કામગીરી શરૂ કરી હતી. ભારતમાં 2011માં પ્રવાસ શરૂ કર્યો હતો. હાલમાં ઈન્વેસ્ટેડ કંપનીઓના ગલ્ફ કેપિટલના પોર્ટફોલિયોનો હિસ્સો બ્રાન્ડ મિડલ ઈસ્ટ (અબુ ધાબી, મસ્કટ, અલ એઈન અને દુબઈ)માં 4 કલિનિક અને ભારતમાં વધુ 6 ક્લિનિક (દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ અને ચેન્નાઈ) ધરાવે છે. ઉપરાંત તેણે ભારત, એશિયાના અન્ય ભાગો અને યુરોપમાં આગામી 18 મહિનામાં વધુ 20 ક્લિનિક્સ શરૂ કરવાની યોજના બનાવી છે. વધુ જાણકારી માટે આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સની વેબસાઈટ અથવા ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુકની વિઝિટ કરો.
#bharatmirror #bharatmirror21 #news #fararityspecialist #prof.dr.humanfatemi #artfertilityclin #ahmedabad