નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 એપ્રિલ 2023:
હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી દેશમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અંગેના અપરાધો સામે રક્ષણ મેળવવા તેમજ સાયબર અંગેની ગુનાખોરી ડામવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા સારૂ દેશમાં વસતા દરેક નાગરિક ને સાયબર ક્રાઇમ અંગેની સમજ મળે તેમજ દરેક નાગરિક સાયબર ક્રાઇમ સામે પોતાનું રક્ષણ મેળવી સકે તે હેતુથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા હેતુથી મહે.પો.મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ નાઓની આજ્ઞાનુસાર દરેક જિલ્લા ખાતે સાયબર પ્રમોટર નાઓ દ્વારા શાળા, કોલેજો, સોસાયટી, ગ્રામ્ય વિસ્તાર ખાતે અવેરનેસ પ્રોગ્રામ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
તે અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારના બોડકદેવ વિસ્તારમાં ન્યુ દિવ્ય એપાર્ટમેન્ટ ના સેક્રેટરીશ્રી હરીશભાઇ શર્મા નાઓએ પોતાના એપાર્ટમેન્ટ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરેલ હોય અમદાવાદ જિલ્લાના સાયબર અવેરનેશ પ્રમોટર વિશાલકુમાર ભરતભાઇ શાહ નાઓ દ્વારા સાયબર જાગૃતી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
સોસાયટીના રહિશોને તેમજ સીનીયર સીટીઝનને સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી તેમજ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય અને સાયબર ફ્રોડ થાય તો ફરીયાદ ક્યાં અને કેવી રીતે કરવી તે અંગે સમજણ આપવામાં આવેલ હતી.તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ છે.પો.મહાનિદેશક