ફ્રોઝન પીઝા પોકેટ , પનીર પકોડા, અને ઈડલીની દેશભરનાં રિલાયન્સ રિટેઈલ ખાતે વિશિષ્ટ રીતે ઉપલબ્ધ છે.
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
09 માર્ચ, 2023:
ફેબ્રુઆરી 2023: પ્રસિધ્ધ ફ્રોઝન ફૂડ કંપની ગોલ્ડ (શ્રી બજરાજ એલાયન્સ લિમિટેડ નામની લિસ્ટેડ કંપનીનો એક ભાગ) જાહેરાત કરી છે કે તે નવી પ્રોડકટસ રજૂ કરશે જેને દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે ખાસ ઉપલબ્ધ કરાશે. પ્રોડકટસની નવી રેન્જમાં ફ્રોઝન પીઝા પોકેટ, પનીર પકોડા અને ઈડલી રજૂ કરાશે. ગોલ્ડની આ તમામ ફ્રોઝન ફૂડઝ પ્રોડકટસ હંમેશાં વ્યસ્ત હોય અને ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તાના વિકલ્પોની શોધમાં હોય તેવા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે.
પિઝા પોકેટ એ સ્વાદિષ્ટ વાનગી છે કે જેમાં પિઝા અને સમોસાના સ્વાદનો સમન્વય કરીને તેને પીઝાના ચાહકો માટે અનોખી અને મોઢામાં પાણી આવે તેવી વાનગી બનાવાઈ છે. પનીર પકોડા એ ક્રિસ્પી અને ક્રન્ચી સ્નેક્સ છે, જે તાજા પનીરમાંથી બનાવવામાં આવે છે અને તેમાં ભારતીય મસાલાનો ઉપયોગ કરીને પર્ફેક્ટ ટી-ટાઈમ સ્નેકસ તરીકે તૈયાર કરાઈ છે. ઈડલી એ ઉત્તમ દક્ષિણ ભારતીય વાનગી છે, જેને ભારત ભરમાં પસંદ કરાય છે. ગોએલ્ડ દ્વારા આ પરંપરાગત વાનગીને ઘરે માણવા માટે હંમેશ કરતાં ખૂબ જ આસાન બનાવાઈ છે. ઘટકો કંપનીની માલિકીના ખેતરોમાંથી તાજી રીતે લેવામાં આવે છે.
રિલાયન્સ રિટેઈલ ખાતે ગોલ્ડ પ્રોડક્ટસની રજૂઆત પ્રસંગે વાત કરતાં બજરાજ એલાયન્સ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને સીએફઓ શ્રી અર્ચિત ગોયલે જણાવ્યુ હતું કે “અમારી નવી ફૂડ પ્રોડક્ટ રેન્જ દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે રજૂ કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. અમારા ફ્રોઝન પિઝા પોકેટ, પનીર પકોડા અને ઈડલી સ્વાદ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વગર સ્વાદિષ્ટ વાનગી માણવા ઈચ્છતા તમામ વય જૂથના લોકો માટે પર્ફેક્ટ પસંદગી બની રહેશે. અમને વિશ્વાસ છે કે ફ્રોઝન ફૂડની આ નવી રેન્જ ગ્રાહકોમાં લોકપ્રિય બનશે અને અમે તેમના પ્રતિભાવ જાણવા માટે આતુર છીએ.”
આ તમામ ફ્રોઝન ફ્રૂડ પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાઈ છે અને તેમાં ગુણવત્તાનો ચુસ્ત આગ્રહ રાખીને ગ્રાહકોને ઉત્તમ પ્રોડક્ટ મળી રહે તેનું ધ્યાન રખાયું છે. આ વાનગીઓ બનાવવામાં આસાન છે અને દિવસના કોઈપણ સમયે તેનો સ્વાદ માણી શકાય છે. આ બાબત તમામ વયની વ્યક્તિઓને માણવા માટે આ વાનગીઓને આદર્શ સ્નેક્સ બનાવે છે.
ગોલ્ડની પ્રોડક્ટ રેન્જમાં મોંમા પાણી લાવે તેવા ગાર્લિક નાન જેવી ભારતીય બ્રેડ અને આલુ પરાઠા, પનીર-ચીઝ સમોસા, મેક એન્ડ ચીઝ પોપ્સ અને વેજ સીખ કબાબ ઉપરાંત પનીર બટર મસાલા, દાલ મખની, પીંડી છોલેની સાથે સાથે ક્વિનોઆ પેટ્ટી, સોયા શામી કબાબ અને લચ્છા પરાઠા (હોલ વ્હીટ ફલોરમાંથી બનાવેલ) જેવી અનેક વેગન વાનગીઓ રજૂ કરવામાં આવી છે.
ગોલ્ડની ફ્રોઝન ફૂડ પ્રોડક્ટસની નવી રેન્જ હવે દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે વિશિષ્ટ રીતે ઉપલબ્ધ છે. ગ્રાહકો રિલાયન્સની વેબસાઈટ અથવા તો એપ્પ પર ઓર્ડર આપીને ઓનલાઈન મંગાવી શકશે. તો, હવે ગોલ્ડની સ્વાદિષ્ટ ફ્રોઝન સ્નેક્સ માણવા તૈયાર થઈ જાવ અને સ્વાદ-સુગમતાનો પર્ફ્કેટ અનુભવ કરો. આખરે અમે કહેવા માંગીએ છીએ કે તમે મિત્રો અને પરિવાર સાથે સમય ગાળી શકતા ના હો અને રસોડામાં કેદ થઈ જતા હોય તો, ગોલ્ડ સ્નેક્સ તમારી મદદે આવશે!
#bharatmirror #bharatmirror21 #news #goeldlaunch #frozenpizza #paneerpakoda #idli #ahmedabad