પથિક લીંબાચીયા, અમદાવાદ:
14 સપ્ટેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ૭૦ એએમએઝિંગ વર્ષોની ઉજવણીના ભાગરૂપે શ્રી શાસ્ત્રી રામચંદ્રન (લેખક, સ્વતંત્ર પત્રકાર અને સંપાદકીય સલાહકાર) દ્રારા લિખિત પુસ્તક “ચીન્ડિયા: જર્ની ટુ એન એશિયન સેન્ચ્યુરી” પર એક વિચારપ્રેરક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી શાસ્ત્રી રામચંદ્રને ભારત અને ચીનને આકાર આપતી જટિલ વ્યૂહાત્મક, આર્થિક અને રાજદ્વારી ગતિશીલતા પર સહભાગીઓ સાથે ચર્ચા કરી હતી. પત્રકાર અને અનુભવી ચીન નિરીક્ષક તરીકેના પોતાના બહોળા અનુભવને આધારે, શ્રી શાસ્ત્રી રામચંદ્રને તેમના પુસ્તકના મુખ્ય દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા, જે ૨૦૦૮થી ૨૦૨૫ સુધીના ભારત-ચીન સંબંધોની માહિતી આપે છે. આ વાર્તાલાપમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે સરહદી તણાવ અને વ્યૂહાત્મક સ્પર્ધા ચાલુ હોવા છતાં, એશિયાના બે સૌથી મોટા રાષ્ટ્રો વચ્ચે આર્થિક સહયોગ અને વ્યાવહારિક મુત્સદ્દીગીરી એશિયન સદીના સ્વપ્નને સાકાર કરવા માટે મૂળભૂત છે.
આ સત્રનું સંચાલન ડૉ. સુનિલ પારેખ (એએમએ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય; સીઇઆરસીના ચેરમેન; સિનિયર કોર્પોરેટ એડવાઇઝર) દ્રારા કરવામાં આવ્યું હતું. ડૉ. પારેખે દ્રિપક્ષીય વેપાર, વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિવર્તનો અને બે એશિયન શક્તિઓના વિકાસના તફાવતો સહિતના મુખ્ય વિષયો પર વાર્તાલાપનું નેતૃત્વ કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AMA #AhmedabadManagementAssociation #amaindia



