પથિક લીંબાચીયા, અમદાવાદ:
24 ઓગસ્ટ 2026:
અમદાવાદના રાંચરડા ખાતે આવેલ શ્રી સંકટમોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ સમારોહ ૨૩ ઓગસ્ટ, રવિવારના રોજ ભક્તિ અને શ્રદ્ધાભેર ઉજવાયો.

૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ નીબ કરૌરી બાબાના આશીર્વાદથી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોમાં સાંજે ૩:૩૦ કલાકે હવન, ૫:૩૦ કલાકે સુંદરકાંડ પાઠ, ૭:૧૫ કલાકે રામ નામ કીર્તન તથા ૭:૩૦ કલાકે મહા આરતી અને ભંડારો યોજાયા હતા.
મંદિરના સંસ્થાપક ડો. પ્રવિણ ગર્ગના માર્ગદર્શન હેઠળ મંદિર સતત સેવા અને ભક્તિના કાર્ય સાથે જોડાયેલું છે. મંદિરની ૩ રામ રોટી સેવા રથ દ્વારા નિયમિત રીતે આશરે ૫૦૦ જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તથા દર રવિવારે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે.
પાટોત્સવ નિમિત્તે R.J. Trivedi વૃદ્ધાશ્રમના ૫૦ વૃદ્ધજનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને પણ આ ધાર્મિક આયોજનમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા.
મંદિર આજે ધીમે ધીમે ભક્તો માટે શ્રદ્ધા, આસ્થા અને સેવા કાર્યનું કેન્દ્ર બની રહ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #SecondPatotsavofShriSankatMochanMahavirNeemKaroliBabaTemple #Rancharda #Ahmedabad #anniversaryCelebration #ShriSankatMochanMahavir #NeemKaroliBabaTemple #ShriSankatMochanMahavirNeemKaroliBabaTemple-Rancharda-Ahmedabad



