- યુવાનો અને મોટેરાઓ સાથે મળીને વિસરાયેલી રમતો રમીને બાળકોને ઉત્સાહિત કરીને 80ના દશકની યાદ અપાવી હતી.
- અત્યારના બાળકો સંપૂર્ણ પણે ડિજિટલ થઈ ગયા છે, મોબાઇલને રમતનું મેદાન બનાવ્યું છે.
- ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જે ખરેખર જીવન માં ઉપયોગી છે, તેમની રમતોની ઝાંખી દ્વારા નેચરલ રમતો રમાડી નાના બાળકોને માતા પિતાની બાળપણના રમતના મેદાનની આ કૃષ્ણજન્મ ઉત્સવ દરમિયાન ગેજેટ છોડી ઓરિજનલ ગેમ્સની યાદ અપાવી હતી,
પથિક લીંબાચીયા, અમદાવાદ:
07 સપ્ટેમ્બર 2026:
અમદાવાદના બોપલમાં આવેલી અવધ એલીગન્સ સોસાયટીના ઉત્સાહી પરિવારે જન્માષ્ટમી નિમિત્તે સુંદર અને યાદગાર ઉજવણી કરી હતી. નાના બાળકો રાધા કૃષ્ણ ના પોશાક પહેરીને આવ્યા હતા.

અને યુવાનો અને મોટેરાઓ સાથે મળીને વિસરાયેલી રમતો રમીને બાળકોને ઉત્સાહિત કરીને 80ના દશકની યાદ અપાવી હતી. કારણકે અત્યારના બાળકો જયારે સંપૂર્ણ પણે ડિજિટલ થઈ ગયા છે, મોબાઇલને રમતનું મેદાન બનાવ્યું છે. ત્યારે મેદાનની રમતો પણ ભૂલી ગયા છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જે ખરેખર જીવન માં ઉપયોગી છે.

તેમની રમતોની ઝાંખી દ્વારા નેચરલ રમતો રમાડી નાના બાળકોને માતા પિતાની બાળપણના રમતના મેદાનની આ કૃષ્ણજન્મ ઉત્સવ દરમિયાન ગેજેટ છોડી ઓરિજનલ ગેમ્સની યાદ અપાવી હતી, ત્યારબાદ અવધ પરિવાર દ્વારા ડાન્સ, પરંપરાગત ગરબા, માખણચોરી અને મટકીફોડ કરી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #Janmashtami #amazing #village #city #country #india #bharat #mostviral #trending #AvadhElegance #Janmashtami #JanmashtamiCelebratingthespiritofAvadhEleganceBopal #Bopal #ahmedaba



