- ‘ધ લીલા ગાંધીનગર’ દ્વારા ગુજરાતમાં લક્ઝરી હોસ્પિટાલિટીના વિશ્વસનીય પાંચ વર્ષ
વૈશ્વિક ઇવેન્ટ્સ, સાંસ્કૃતિક વારસો, આત્મીય મહેમાનગતિ અને વેલનેસ લક્ઝરી સાથેના ગૌરવવંતા વર્ષ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
0૧ સપ્ટેમ્બર ૨0૨૬:
કેટલાક સીમાચિહ્નો માત્ર વર્ષોથી ગણવામાં આવે છે, તો કેટલાક લોકોની કહાનીઓ, યાદો અને સાથે મળીને બનેલા સંબંધોથી યાદગાર બને છે. જ્યારે ‘ધ લીલા ગાંધીનગર’ પોતાની પાંચમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, ત્યારે તે પોતાની એ વિશ્વસનીય સફરને વાગોળી રહ્યું છે, જેણે ભારતીય સંસ્કૃતિ, આધુનિક શૈલી અને આતિથ્ય સત્કારની હૂંફ દ્વારા ગુજરાતમાં લક્ઝરી હોસ્પિટાલિટીને એક નવું સ્વરૂપ આપ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં, ધ લીલા ગાંધીનગર એક લક્ઝરી હોટેલથી પણ વિશેષ આતિથ્ય સત્કારનું પ્રતિષ્ઠિત સરનામું બની ગઈ છે, જ્યાં વૈશ્વિક દિગ્ગજોનો જમાવડો થાય છે, વિભિન્ન સંસ્કૃતિઓ મળે છે અને યાદગાર પ્રસંગો ઉજવાય છે. જેમ-જેમ આપણું આ પાટનગર બિઝનેસ તેમજ સરકારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, તેમ-તેમ આ હોટેલની ગૌરવવંતી સફર પણ આગળ વધી રહી છે. ભારતની અનેક ઐતિહાસિક બેઠકો જેવી કે G20, U20, BRICS, B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટિંગ, વાઇબ્રન્ટ ગુજરાત અને ૬૯મા હ્યુન્ડાઇ ફિલ્મફેર અવોર્ડ્સની આ હોટેલ ગર્વભેર સાક્ષી રહી છે. આ ઉપરાંત, ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી આંતરરાષ્ટ્રીય ટીમોનું પણ અહીં હૂંફાળું સ્વાગત થયું છે.

આ સાથે જ, ૩૪ એકરમાં ફેલાયેલા અને ધ લીલા દ્વારા સંચાલિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર સાથેના ગાઢ સંબંધને કારણે ગાંધીનગરને વૈશ્વિક ઇવેન્ટ્સ માટે નંબર-વન ડેસ્ટિનેશન બનાવવામાં મોટી મદદ મળી છે. છતાં, આ હોટેલની ખરી કહાની તો આ વિશાળ ઇવેન્ટ્સથી ઘણી આગળ છે; તે પરિવારના ઉત્સવો, ડેસ્ટિનેશન વેડિંગ, સફળ બિઝનેસ મીટિંગ્સ અને વિતાવેલી અનેક સુંદર ક્ષણોમાં ધબકે છે, જ્યાં લક્ઝરી એટલે માત્ર ભવ્યતા નહીં, પણ દિલને સ્પર્શી જાય તેવી હૂંફ છે.

ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી આ હોટેલ, અડાલજની વાવ, સિદી સૈયદની જાળી, પટોળા, બાંધણી, અજરખ, બાટીક અને પરંપરાગત ભારતકામથી પ્રેરિત ડિઝાઇન દ્વારા સ્થાનિક કલાને સાચું સન્માન આપે છે. સમયની સાથે હોસ્પિટાલિટી ક્ષેત્ર પણ બદલાઈ રહ્યું છે, ત્યારે ધ લીલા ગાંધીનગરે ‘ઔજસ્ય બાય ધ લીલા’ દ્વારા વેલનેસ લક્ઝરીને એક નવો જ અર્થ આપ્યો છે, જેના દ્વારા મહેમાનોને શાંતિ, તંદુરસ્તી અને સંતુલિત જીવન જીવવાનો અદ્ભુત અનુભવ મળે છે.

આ સીમાચિહ્ન વિશે વાત કરતા ટીમ લીલા ગાંધીનગર જણાવે છે કે, ‘પાંચ વર્ષ માત્ર એક આંકડો નથી, પણ આ આપણી સફર સાથે જોડાયેલા લોકો, સાથીદારો અને યાદગાર પળોની ઉજવણી છે. અમે અમારા મહેમાનો, પાર્ટનર્સ અને સમાજનો દિલથી આભાર માનીએ છીએ જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો. જ્યારે અમે છઠ્ઠા વર્ષમાં પગ મૂકી રહ્યા છીએ, ત્યારે દુનિયાભરના મહેમાનોને આવકારવા, ગુજરાતની સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર ચમકાવવા અને લક્ઝરી હોસ્પિટાલિટીમાં નવા ધોરણો સ્થાપવા માટે અમે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ.’

નવા વર્ષના આ ઉંબરે, ધ લીલા ગાંધીનગર એક ઉજ્જવળ વિઝન સાથે ભવિષ્ય તરફ જોઈ રહી છે, જ્યાં પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે મહેમાનો માટે અવિસ્મરણીય ક્ષણોનું સર્જન થતું રહે.
આતિથ્યના આ પાંચ અદભૂત વર્ષ. અસંખ્ય કહાનીઓ. એક અનોખો વારસો અને અનંત શક્યતાઓથી ભરેલું ભવિષ્ય!
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba ##ThelilaGandhiNagar #Thelila #SpiritualHospitalityinThelila #ThelilaWellnessLuxury #LuxuryHospitalityinThelilaGandhiNagarGujarat#LuxuryHospitalityinThelilaGandhiNagarGujarat
#GlobalEventsinThelila #CulturalHeritageinThelila



