- મકાન ખાલી કરી બીજે જતા રહેવા ઝઘડો કરી આરોપીએ સગી બહેનનું મર્ડર કર્યું, તેને બચાવવા વચ્ચે પડેલા પિતા અને ભાણેજને પણ જીવલેણ હુમલાનો ભોગ બનાવ્યા.
- ભદ્ર સેશન્સ કોર્ટે રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મદનસિંહ રાઓલ(ચાવડા)ને આજીવન કેદની સજા ફટકારી.
અમદાવાદ: 22 મે 2026:
રામોલ વિસ્તારમાં સગી બહેનની હત્યા કરવાના અને પિતા તથા ભાણેજ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં આરોપી મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ શેતાનસિંહ રાઓલ (ચાવડા)ને અત્રેના પ્રિન્સીપાલ જજ હેમાંગ રાજેન્દ્ર રાવલએ ગુનેગાર ઠરાવીને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, હત્યાના કેસમાં મેડિકલ પુરાવાને આધારે આરોપી વિધ્ધનો ફરિયાદપક્ષનો કેસ પુરવાર થયો છે, આરોપી વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત થાય છે. ગુનાની ગંભીરતા જોતાં આરોપીને આજીવન કેદની સજા કરવી ન્યાયોચિત લેખાશે.

ચકચારભર્યા કેસની વિગતો મુજબ, શહેરના રામોલ વિસ્તારમાં રહેતા મનહરબેન પોતાના પતિ સાથે મનમેળ ન હોવાથી છેલ્લા ૧૬ વર્ષથી પોતાના પુત્ર વંશરાજ અને પિતા શેતાનસિંહ સાથે રામોલ સ્થિત મકાનના નીચેના માળે રહેતા હતા, જ્યારે આરોપી ભાઇ મદનસિંહ તેના પરિવાર સાથે ઉપરના માળે રહેતો હતો. આરોપી મદનસિંહ અવારનવાર પિતા અને બહેનને આ મકાન ખાલી કરી બીજે જતા રહેવા બાબતે ઝઘડો કરતો હતો. ગતતા.૧૦-૬-૨૦૨૨ ના રોજ રાત્રે બે વાગ્યે, જ્યારે પિતા અને બહેન સોસાયટીના રસ્તા પર ખાટલા મૂકીને સૂતા હતા, ત્યારે આરોપી મદનસિંહે લોખંડના મશીનમાં વપરાતી ધારદાર છરી વડે પોતાની બહેન મનહરબેન પર આડેધડ ઘા મારીને તેની ઘાતકી હત્યા કરી નાખી. એ વખતે બહેનને બચાવવા વચ્ચે પડેલા પિતા શેતાનસિંહના પેટ અને દાઢી પર તેમજ જાગી ગયેલા ૧૬ વર્ષના ભાણેજ વંશરાજના ગળા અને ખભાના ભાગે પણ આરોપીએ જીવલેણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ચકચારભર્યા એવા આ કેસમાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલે ૧૮ સાહેદો અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને કેસ પુરવાર કરીને જણાવ્યું હતુ કે, સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મેડિકલ એવીડેન્સને ધ્યાનમાં લેતાં આરોપી વિરૃધ્ધ સામાન્ય ઝઘડામાં પોતાની નિર્દોષ સગી બહેનની કરપીણ હત્યાનો સંગીન કેસ પુરવાર થાય છે. હાલમાં દિન- પ્રતિદિન જે રીતે સાપરાધ મનુષ્યવધ તથા ગંભીર ગુનાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા કોર્ટે આરોપીને સખતમાં સખત ફરમાવવી જોઈએ. સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ભાઇ મદનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ રાઓલ (ચાવડા)ને જન્મટીપની સજા ફટકારી હતી.
ઇજાગ્રસ્ત ભાણેજ મામાને બચાવવા હોસ્ટાઈલ થઇ ગયો
આ કેસમાં ચોંકાવનારી બાબત એ હતી કે ઇજાગ્રસ્ત ભાણેજ વંશરાજ રાઠોડ કોર્ટમાં પોતાની જુબાની દરમ્યાન હોસ્ટાઇલ થયો હતો અને પોતાના સગા મામાને બચાવવા માટે એવી વાર્તા ઘડી હતી કે લૂંટના ઇરાદે આવેલા ત્રણ અજાણ્યા માણસોએ હુમલો કર્યો હતો. જો કે, કોર્ટે તેની આ દલીલ નકારી કાઢી હતી, કારણ કે ઘટના બાદ તરત જ હોસ્પિટલમાં ડાક્ટર સમક્ષ તેણે પોતે જ પોતાના મામા મહેન્દ્રસિંહનું નામ આપ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Sister-in-lawmurder-accusedwhocausedseriousinjuriestofather-nephewgetslife sentence #Murder #fatalattack #seriousinjuries #Sister-in-lawmurder #Sister-in-lawmurderinRamol #ahmedaba



