-નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદેદારો સહિતના લોકોએ પણ પોતાના મંતવ્યો-સૂચનો રજૂ કર્યા
-જેપીસીની સાથેની બેઠકમાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.આર.ત્રિપાઠી, આર.પી.ઢોલરિયા, યુસીસી કમીટીના સભ્ય આર.સી.કોડેકર સહિતના મહાનુભાવો ખાસ જોડાયા
અમદાવાદ: 22 મે 2026:
વન નેશન, વન ઇલેકશનના પ્રસ્તાવિત બીલને લઇ જેપીસી(જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી)ના સભ્યો દ્વારા આજે ગાંધીનગરમાં ગીફ્ટ સીટી ખાતે ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ, ન્યાયિક પદાધિકારીઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પદાધિકારીઓ સાથે એક મહત્ત્વની બેઠક યોજાઇ હતી. જે દરમ્યાન બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળે લેખિત રજૂઆત અને અન્ય મહત્ત્વના સૂચનો સુપ્રત કર્યા હતા.

વન નેશન, વન ઇલેકશન અગેના સૂચિત બીલને લઇ દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોના લોકોના અને અસરકર્તા સ્ટેકહોલ્ડર્સની રજૂઆતો, સૂચનો અને વાંધાઓ સાંભળવા જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટીના ૨૯ સભ્યોની કમીટી દેશના જુદા જુદા રાજયોમાં બેઠકો યોજી મહત્ત્વની કામગીરી હાથ ધરી રહી છે. દેશના છ રાજયોમા આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હાલ જેપીસી ગુજરાત રાજયમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી તે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, તજજ્ઞાો સહિતના લોકોને સાંભળી રહી છે.
જેમાં આજે ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે બપોરે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના ૧૪ સભ્યોના પ્રતિનિધિમંડળે જેપીસી સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ આર.આર.ત્રિપાઠી, પૂર્વ જસ્ટિસ આર.પી.ઢોલરિયા, યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી)ના સભ્ય આર.સી.કોડેકર, અન્ય ન્યાયિક પદાધિકારીઓ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના હોદ્દેદારો સહિતના લોકો પણ જોડાયા હતા. લગભગ એકથી દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં જેપીસી દ્વારા વન નેશન, વન ઇલેકશન અંગેના સૂચિત બીલને લઇ પ્રાથમિક જાણકારી સહિતના અન્ય પાસાઓથી મુલાકાતીઓને માહિતગાર કરાયા હતા.
તો, સામેપક્ષે બેઠકમાં જોડાયેલા ઉપરોકત મહાનુભાવોએ પણ તેના તરફથી રજૂઆત, સૂચનો અને ભલામણ કરી હતી. ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ તરફથી વન નેશન, વન ઇલેકશન બીલને લઇ લેખિત રજૂઆત અને સૂચનો જેપીસીને સુપ્રત કરાયા હતા. જેપીસીએ બેઠકના અંતે ભાગ લેનાર તમામ સભ્યોના અભિગમ પરત્વે સંતોષ વ્યકત કર્યો હતો અને હજુ પણ જો તેમના તરફથી કોઇ વધારાના સૂચનો, વાંધાઓ કે રજૂઆત અથવા કોઇ સુધારા-વધારા હોય તો આગામી પંદર દિવસમાં જેપીસી(જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી)ને સુપ્રત કરવા પણ મંજૂરી આપી હતી. તેમના તરફથી રજૂ કરાયેલા વાંધા-સૂચનો કે રજૂઆતના મુદ્દા વિચારણામાં લેવાની પણ જેપીસીના સભ્યો તરફથી હૈયાધારણ અપાઇ હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #OneNation,OneElectionBillJPCholdsmeetingwithBarCouncilFinanceCommitteerepresentativesandjudicialofficers #JointParliamentaryMeeting #HighCourtAdvocatesAssociation #OneNation,OneElection #ahmedaba



