- પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા ભવ્ય પાટોત્સવ ઉજવણીમાં હજારો શ્રધ્ધાળુઓ ઉમટયા
- બે દિવસીય પાટોત્સવ ઉજવણી દરમ્યાન શ્રી ગોવર્ધનનાથજીના પંચામૃત સ્નાન, વિશેષ શણગાર, પલના નંદ મહોત્સવ, તિલક આરતી અને ફુલ બંગલા, નયનરમ્ય દર્શન, બડો મનોરથ છપ્પનભોગ, તિલક આરતી મોતીનો બંગલો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
અમદાવાદ: 02 મે 2026:
અમદાવાદ શહેરમાં વૈષ્ણવ સમાજ માટે આનંદના સમાચાર રૃપે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા શ્રી વૈભવલક્ષ્મી મંદિર ખાતે આવેલ શ્રીનાથજી ધામ હવેલી ખાતે બિરાજતા નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીનો ૧૯ મા પાટોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ., જેને લઇ સમગ્ર પરિસરમાં ભકિતમય માહોલ છવાયો હતો.

બે દિવસીય આ ભવ્ય પાટોત્સવ ઉજવણી દરમ્યાન શ્રી ગોવર્ધનનાથજીના પંચામૃત સ્નાન, વિશેષ શણગાર, પલના નંદ મહોત્સવ, તિલક આરતી અને ફુલ બંગલા, નયનરમ્ય દર્શન, બડો મનોરથ છપ્પનભોગ, તિલક આરતી મોતીનો બંગલો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાંં યોજાયેલા આ ભવ્ય પાટોત્સવ મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓએ શ્રી ગોવર્ધનનાથજીના અદ્ભુત દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટોત્સવની ઉજવણી પ્રસંગે શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ ભંડારા-પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

શ્રીનાથજી ધામ સેવા સમિતિ અને પંચદેવ ધાર્મિક ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા શ્રી ગોવર્ધનનાથજી પાટોત્સવની ઉજવણીને પગલે શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો. ખાસ કરીને આરતી અને પલના નંદ મહોત્સવની ઉજવણી દરમ્યાન ભકતોની આંખો પ્રભુભકિતથી છલકાઇ ગઇ હતી. આ સમગ્ર આયોજનમાં શ્રીનાથજી ધામ હવેલીના મુખીયાજીની ભારે મહેનત રહી હતી. તો, નીચે શ્રી વૈભવ લક્ષ્મી મંદિરના પૂરવ મહારાજ, કષ્ટભંજનદેવ મંદિરના દેવાંગ મહારાજ અને શનિદેવ મંદિરના મનીષ મહારાજ પણ નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીના પાટોત્સવ ઉજવણીમાં હર્ષભેર ભાગ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ShriGovardhanathji’s19thPatotsav #ShriGovardhanathji #ShriDwarkeshLalJiMaharaj #PatotsavUjvani #ShriGovardhanathji’sPanchamritSnan #ShriGovardhanathjiSpecialDecoration #ShriGovardhanathjiPalananandaMahotsav #ShriGovardhanathjiTilakAarti #ShriGovardhanathjiFullBanglaNaramyDarshan #ShriGovardhanathjiBadomanorathChhapanBhog #ShriGovardhanathjiTilakAarti #ShriGovardhanathjiMotinobungalo #ahmedaba



