પથિક લીંબાચીયા, અમદાવાદ:
01 મે 2026:
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા હાલમાં “સ્વાસ્થ્યની સરગમ: મણકાનો (સ્પાઇન) રણકાર, હેલ્થી સ્પાઇન હેલ્થી લાઇફ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું; જેમાં ઝાયડસના 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સિનિયર સ્પાઇન સર્જન ડૉ. નીરજ વસાવડા અને ડૉ. હિતેશ મોદી સાથે પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડાએ સ્પાઇન કેર અંગે વિસ્તૃત મુદ્દે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ઝાયડસ હૉસ્પિટલ હાઇ-રિસ્ક અને જટિલ સ્પાઇન (કરોડરજ્જુ) સર્જરીમાં અગ્રણી છે. અહીંની O-arm નેવિગેશન સિસ્ટમ, અદ્યતન 3 ટેસ્લા MRI, એન્ડોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક પ્રોસિજર, મિનિમલ ઇન્વેસિવ સ્પાઇન સર્જરી તેમજ ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ (IONM) જેવી અદ્યતન ટેક્નોલોજી દ્વારા સ્પાઇનને લગતી દરેક સમસ્યાઓની સારવાર કરવામાં આવે છે.
આજકાલ વધી રહેલી સ્પાઇન સંબંધિત સમસ્યાઓ જેવી કે સર્વાઇકલ સ્લિપ્ડ ડિસ્ક, નાની ઉંમરમાં પીઠનો દુઃખાવો અને તેની સાથે સ્પાઇન સર્જરી વિશેની ગેરસમજ, સર્જરી માટેની આધુનિક ટેક્નોલોજી અને AIનો ઉપયોગ અને તેના દ્વારા મળતી સફળતા જેવા વિવિધ મુદ્દે ડોક્ટર્સે જાણકારી આપી હતી. તેમની સાથે ઝાયડસ સ્પાઇન કેર ટીમના ડૉ. પ્રતિક લોઢા, ડૉ. કરણ ચૌહાણ પણ ઉપસ્થિત હતા. ડૉ. નીરજ અને ડૉ. હિતેશે જણાવ્યું કે યોગ્ય હોસ્પિટલ અને નિષ્ણાતોની પસંદગીની સાથે સચોટ સારવાર અને માર્ગદર્શન, નિયમિત જીવનશૈલી તથા વ્યાયામથી કરોડરજ્જુને લગતી ઘણી સમસ્યાઓ ટાળી શકાય છે; જે લાંબા ગાળે સ્વસ્થ અને સક્રિય જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાં હાજર લોહાણા સમાજનાં દરેક વ્યક્તિએ આ રસપ્રદ માહિતી સાથે આખા સેશનને ખૂબ માણ્યો.
“આજના સમયમાં સ્પાઇનની સમસ્યાઓ માત્ર ઉંમર સાથે જોડાયેલી નથી રહી; બેઠાડુ જીવન, ખરાબ પોશ્ચર હેબિટ્સ અને કસરતના અભાવને કારણે યુવાન વયે પણ પીઠ અને ગરદનની તકલીફો વધી રહી છે. સારા સમાચાર એ છે કે યોગ્ય માર્ગદર્શન, નિયમિત વ્યાયામ, સમયસર નિદાન અને આધુનિક ટેક્નોલોજી આધારિત સારવારથી મોટાભાગના દર્દીઓ ફરીથી સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકે છે. અમારો પ્રયાસ માત્ર સર્જરી કરવાનો નથી, પરંતુ લોકોને સ્પાઇન વિશે સાચી સમજ આપવાનો છે.”
– ડૉ. નીરજ વસાવડા, સિનિયર સ્પાઇન સર્જન, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ
“બદલાતી જીવનશૈલી અને વિવિધ કારણોસર આપણા સમાજમાં કમરનો દુ:ખાવો અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. નિયમિત હળવાં વ્યાયામ, યોગ્ય કેલ્શિયમ અને વિટામિન B12 નું સેવન, વધુ પડતા અને ભારે વ્યાયામ ટાળવા તેમજ સ્પાઇનના નિષ્ણાત સાથે વહેલા પરામર્શ અને નિદાન દ્વારા આ દરેક તકલીફોઅને સ્પાઇનસર્જરીને અટકાવી શકાય છે. જોસર્જરીનીજરૂર હોય, તો તેપ્રારંભિક તબક્કેઇન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ અને O-arm નેવિગેશન ટેકનીક દ્વારાકરવી જોઈએ; જેસર્જરીનેસલામતીઅને ચોકસાઈ સાથે કરવામાં મદદ કરી શકે છે.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ZydusHospital #Spine #ManakaNorankar #HealthySpirit #HealthySpineHealthyLife



