- વકીલઆલમના હિતને ધ્યાનમાં લઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા બહુ મોટો અને મહત્ત્વનો નિર્ણય
- બીસીઆઇના નિર્ણયને પગલે ગુજરાત સહિત દેશની વિવિધ સ્ટેટ બાર કાઉન્સીલમાં ચૂંટાયેલા સભ્યોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ થશે અને હવે બાર કાઉન્સીલોમાં રૂટીન કામગીરી ધમધમતી થશે
અમદાવાદ: 14 મે 2026:
ગુજરાત સહિત દેશની વિવિધ સ્ટેટ બાર કાઉન્સીલમાં બે મહિલા વકીલોની કો-ઓપ્શનથી નિમણૂંકની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી અટવાવાના કારણે ગુજરાત બાર કાઉન્સીલ સહિત દેશની જે તે સ્ટેટ બાર કાઉન્સીલોની નવી બોડીની રચનાનો મામલો ટલ્લે ચઢયો હતો., જેને લઇને ગુજરાત સહિત દેશભરના વકીલઆલમમાં આંતરિક રોષ અને નારાજગીનો વિવાદ સામે આવતાં આખરે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ એક બહુ મોટા અને મહત્ત્વના નિર્ણય મારફતે બાર કાઉન્સીલના ચૂંટાયેલા સભ્યોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અને નવા સભ્યોની બોડીને બાર કાઉન્સીલની રૃટીન કામગીરી સંભાળી લેવા લીલીઝંડી આપી દીધી છે.

બીસીઆઇના આ તાકીદના પરિપત્ર અંગે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશના જે રાજયોમાં બાર કાઉન્સીલની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને જેના પરિણામો જાહેર થઇ ગયા છે તે તમામ રાજયોમાં ચૂંટાયેલા નવા સભોયની યાદી તાત્કાલિક અસરથી ગેઝેટમાં પ્રસિધ્ધ કરવાની બીસીઆઇ દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ ચૂંટાયેલા સભ્યોને સ્ટેટ બાર કાઉન્સીલના દૈનિક વહીવટી કાર્યો સંભાળવાની પણ મંજૂરી આપી દીધી છે. જો કે, મોટા નીતિવિષયક નિર્ણયો, લાંબાગાળાની આર્થિક નીતિઓ અથવા સંસ્થાની રચના અને નીતિને અસર કરતાં નિર્ણયો લઇ શકાશે નહી.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બાર કાઉન્સીલના ચૂંટાયેલા સભ્યના નામોની ગેઝેટમાં પ્રસિધ્ધિ એ મહત્વપૂર્ણ વૈધાનિક અને સંસ્થાકીય પ્રક્રિયા છે અને માત્ર બે મહિલા સભ્યોની કો-ઓપ્શનની પ્રક્રિયા બાકી હોવાના કારણે ચૂંટાયેલા સભ્યોની સત્તાવાર જાહેરાત અટકાવી શકાય નહી. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ચૂંટાયેલા સભ્યોને કાયદેસરની માન્યતા આપવી અને સ્ટેટ બાર કાઉન્સીલનું નિયમિત સંચાલન થાય તે ખૂબ જરૃરી છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ ચૂંટાયેલા સભ્યોને રૃટીન વહીવટી કાર્યો કરવાની મંજૂરી આપવાની સાથે સાથે નવા વકીલોની નોંધણી(એનરોલમેન્ટ), શિસ્તભંગની કાર્યવાહી, કાનૂની પત્રવ્યવહાર, વિવિધ યોજનાઓનું સંકલન, સંસ્થાકીય રૃટીન કાર્યો સહિતની કામગીરી કરવા પણ લીલીઝંડી આપી છે.
બીસીઆઇના નિર્ણયથી વકીલઆલમના અટકેલા હજારો કામો આગળ ધપશે
દરમ્યાન બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના આ બહુ અગત્યના નિર્ણયને આવકારતાં જાણીતા એડવોકેટ પ્રતિક કે.નાયકે જણાવ્યું હતું કે, બીસીઆઇના આ નિર્ણય અને પરિપત્રના કારણે ગુજરાત સહિત દેશભરમાં વકીલઆલમના અટકેલા હજારો કામો હવે આગળ ધપશે, જે વકીલો માટે બહુ મોટી રાહત સમાન કહેવાશે. એડવોકેટ પ્રતિક કે.નાયકે વધુમાં જણાવ્યું કે, ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી સંપન્ન થયે અને તેના સત્તાવાર પરિણામો જાહેર થયે બે મહિના જેટલોે સમય થવા આવ્યો છતાં માત્ર બે મહિલા વકીલોની કો-ઓપ્શનથી નિમણૂંકની પ્રક્રિયા અટવાવાના કારણે ગુજરાત બાર કાઉન્સીલની નવી બોડીની રચના હજુ સુધી થઇ શકી નહોતી અને બાર કાઉન્સીલની જૂની બોડીની ટર્મ પત્યે પણ લગભગ પાંચ મહિના જેટલો સમય થયો છતાં નવી બોડી અસ્તિત્વમાં નહી આવવાના કારણે સેંકડો કામોનો ભરાવો થઇ ગયો છે. આ જ પ્રકારની સ્થિતિ દેશના અન્ય રાજયોની સ્ટેટ બાર કાઉન્સીલોમાં પણ છે કે જયાં પરિણામો જાહેર થઇ ગયા છે પરંતુ ત્યાં પણ નવી બોડીની રચના શકય બનતી ન હતી.
જેને પગલે વકીલઆલમના હજારો કામો અટવાઇ પડતાં ગુજરાત સહિત દેશભરના વકીલોમાં આંતરિક રોષ અને ઉહાપોહ મચી ગયો હતો. જેનો પડઘો બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચતાં તેને અરજન્ટ ધોરણે વકીલઆલમના હિતને ધ્યાનમાં રાખી પોતાનું વલણ બદલવાની ફરજ પડી છે અને એક તાકીદનો પરિપત્ર જારી કરી મહત્ત્વના નિર્દેશો દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલને જારી કર્યા છે, જેને લઇ માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના વકીલઆલમમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratBarCouncilnamesofElectedMembersofBarCouncilto bepublishedintheGazetteandGreenLighttoFunction #GujaratBarCouncil #BarCouncilofIndia #BCI #ahmedaba



