પથિક લીંબાચીયા, અમદાવાદ:
30 એપ્રિલ 2026:
એસ ડિઝાઇનર્સ લિમિટેડ (“Ace” અથવા “ADL”), એ ‘એસ માઇક્રોમેટિક ગ્રુપ’ની ફ્લેગશિપ કંપની છે, જે પ્રીસીઝન મેટલવર્કિંગ મશીન ટૂલ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને સર્વિસિંગ ક્ષેત્રે કાર્યરત અગ્રણી ભારતીય કંપનીઓનું સંગઠન છે, એ આજે અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાના શુભારંભની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ ADL ની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેની ક્ષમતા વધારવા, વ્યવસાયિક વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે.

આગામી પાંચ વર્ષમાં એસ ડિઝાઇનર્સનું આ એકમ વાર્ષિક અંદાજે ૩,૦૦૦ ટર્નિંગ મશીનો અને ૧,૦૦૦ મશીનિંગ સેન્ટર્સની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે સજ્જ છે. આ પ્લાન્ટ પ્રાદેશિક વેન્ડર્સના વિકાસ અને કુશળ માનવબળના જોડાણ દ્વારા સ્થાનિકીકરણ પર વિશેષ ભાર મૂકશે. ૧૦૦ કર્મચારીઓના પ્રારંભિક કાર્યબળ સાથે શરૂ થતો આ પ્લાન્ટ, નિર્ધારિત સમયગાળામાં ૩૫૦ કર્મચારીઓ સુધી વિસ્તરણ પામે તેવી અપેક્ષા છે.

સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (CMTI) ના ત્રણ ઇજનેરો દ્વારા ૧૯૭૯ માં સ્થાપિત ‘એસ ડિઝાઇનર્સ’ની શરૂઆત એક ડિઝાઇન કન્સલ્ટિંગ કંપની તરીકે થઈ હતી, જેણે આગળ જતાં ‘એસ માઇક્રોમેટિક ગ્રુપ’નો પાયો નાખ્યો. એસ ડિઝાઇનર્સ, એસ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને માઇક્રોમેટિક મશીન ટૂલ્સના સંકલન બાદ, એસ ડિઝાઇનર્સ લિમિટેડ આજે CNC ટર્નિંગ અને મશીનિંગ સેન્ટર્સના ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ₹૨,૮૦૦ કરોડથી વધુના અપેક્ષિત વાર્ષિક ટર્નઓવર સાથે, એસ ડિઝાઇનર્સ લિમિટેડ (ADL) પ્રતિ વર્ષ ૮,૦૦૦ ટર્નિંગ સેન્ટર્સ અને ૩,૪૦૦ મશીનિંગ સેન્ટર્સનું ઉત્પાદન કરવાની અત્યાધુનિક ક્ષમતા ધરાવે છે. એશિયા, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ, અમેરિકા (ઉત્તર અને દક્ષિણ) તેમજ યુરોપમાં મજબૂત વૈશ્વિક પદચિહ્ન ધરાવતી આ કંપનીએ ભારતના CNC ટર્નિંગ અને મશીનિંગ સેન્ટર માર્કેટમાં છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી પોતાનું અગ્રણી સ્થાન અકબંધ રાખ્યું છે.

ADL ના મેનેજિંગ ડિરેક્ટર ટી.કે. રમેશે જણાવ્યું હતું કે: “ગુજરાતમાં આ પ્લાન્ટ સ્થાપવાનો અમારો નિર્ણય મુખ્ય ઔદ્યોગિક હબ અને અમારા ગ્રાહકોની વધુ સમીપ રહેવાની અમારી પ્રતિબદ્ધતાનું પરિણામ છે. આ ભૌગોલિક નિકટતા અમને ગ્રાહકોની જરૂરિયાતો પર ઝડપી પ્રતિસાદ આપવા, શ્રેષ્ઠ સર્વિસ સપોર્ટ પૂરો પાડવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે વધુ ગાઢ સહયોગ સાધવામાં સક્ષમ બનાવશે.”
ADL ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર બિલ શુક્લાએ જણાવ્યું હતું કે: “આ સુવિધાને અદ્યતન પ્રક્રિયાઓ અને ડિજિટલ ટેક્નોલોજીના સમન્વય સાથે ‘નેક્સ્ટ-જનરેશન’ મેન્યુફેક્ચરિંગ યુનિટ તરીકે સાકાર કરવામાં આવી છે. તે આધુનિક ઉત્પાદન ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ હાઈ-પ્રીસીઝન અને હાઈ-પરફોર્મન્સ મશીન ટૂલ્સ પૂરા પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AceDesignersOpensAhmedabadPlant #AceDesignersLimited #Ace #ADL #state-of-the-artAssemblyFacility #PanchratnaIndustrialPark



