નીતા લીંબાચિયા, અમદાવાદ:
26 એપ્રિલ 2025:
સેલિબ્રિટી ભવ્યતા અને અત્યાધુનિક રસોડાની ડિઝાઇનના મિશ્રણ સાથે પ્રીમિયમ કિચન સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કેરીસિલે અમદાવાદના સિંધુ ભવન રોડ પરના તેના ફ્લેગશિપ એક્સપિરિયન્સ સેન્ટર ખાતે બોલિવૂડના સ્ટાઇલ આઇકોન્સ – નીલમ કોઠારી, મહિપ કપૂર, ભાવના પાંડે અને સીમા સજદેહ – સાથે એક વિશિષ્ટ શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું હતું.

સ્ટાર્સ સાથે આ સાંજ કેરીસિલ સાથે તેમના સતત સહયોગનું ચિહ્ન બની હતી. તેમની મુલાકાતથી ‘ગેટ સેટ કૂક વિથ કેરીસિલ’ સફળ થયું, જે ફૂડ, ફ્રેન્ડશીપ અને ફંક્શનાલિટીની ઉજવણી કરતું કેમ્પેઇન છે.
આ કાર્યક્રમમાં કેરીસિલની ટીમ, ટોચના વ્યવસાયિક ભાગીદારો, અગ્રણી આર્કિટેક્ટ્સ અને અમદાવાદભરના પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સહિતના લોકો હાજર રહ્યા હતા. મહેમાનોને અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લીઘી હતી, જેમાં કેરીસિલના જર્મન એન્જિનિયર્ડ સિંક, ડિઝાઇનર ફૉસેટ્સ અને રસોડાના નવીન ઉપકરણોની સિગ્નેચર રેન્જ શામેલ છે.

કેરીસિલ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ પારેખે જણાવ્યું હતું કે, “નીલમ, મહિપ, ભાવના અને સીમાને હોસ્ટ કરતા અમને આનંદ થાય છે. ડિઝાઇન પ્રત્યેના સુંદર અને અર્થપૂર્ણ અનુભવો સાથે તેમનો લગાવ કેરીસિલના પ્રેરણાત્મક, સ્ટાઇલિશ અને મહત્વાકાંક્ષી વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત થાય છે.”
નીલમ કોઠારીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે , “અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરમાં વૈવિધ્ય સભર ડિઝાઇનના કિચન ઇક્વિપમેન્ટ ભારતીય રસોડાના ભવિષ્યને પ્રતિબિંબિત કરે છે, જ્યાં શૈલી અને સારતત્વની સુસંગતતા જોવા મળે છે.”

ભાવના પાંડેએ કહ્યું, “કેરીસિલમાં હંમેશા કંઈક નવું અને પ્રેરણાદાયક જોવા મળે છે. આ જગ્યા તમને વિચારવા, અવલોકન કરવા અને ખરીદવા માટે મજબૂર કરે છે.”
‘બોલીવુડ વાઇવ્સ’એ સહભાગીઓ સાથે વાત કરી અને કેરીસિલની ડિઝાઇન- ફિલસૂફી માટે તેમની પ્રશંસા કરી. સીમા સજદેહે કહ્યું કે , “કેરીસિલ એવી જગ્યા છે કે ત્યાં તમને તાજગીનો અનુભવ થાય. તે ફક્ત સુંદર જ નથી, પણ સાહજિક અને આવકારદાયક પણ છે.”

આ વાતનો સ્વીકાર કરતા, મહિપ કપૂરે કહ્યું, “કેરીસિલ રસોડા માટે એક જાદુ છે – તે તમને રસોઈ બનાવવા અને તેની સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે.”
એક્સપિરિયન્સ સેન્ટર સમકાલીન વૈભવની ઉજવણી માટે યોગ્ય સ્ટેજ છે, જે આધુનિક ભારતીય રસોડાને વ્યાખ્યાયિત કરતી જીવનશૈલીમાં બ્રાન્ડ તરીકે કેરીસિલની વધતી જતી પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #carysil #carysilpremiumkitchensolutions #design #boliwud #neelamkothari #bhavnapandey #maheepkapoor #seemasajdeh #ahmedabad
