નીતા લીંબાચિયા, અમદાવાદ.
24 નવેમ્બર 2023:
અમદાવાદ ગુજરાતી તથા ભારતભરના બ્યુટીશિયન માટે સારા સમાચાર, જે આંતરરાષ્ટ્રીય મેકઅપ શીખવા માટે કેનેડા જવા માંગે છે, પરંતુ વિઝાના અભાવે કેનેડા જઈ શકતા નથી, તો હવે આ સમસ્યા આસાન થઈ જશે. આ ઇવેન્ટમાં કેનેડાથી મેકઅપ આર્ટિસ્ટ આવીને લોકોને બ્યુટીશિયન સારું જ્ઞાન સાથે પ્રેક્તિકલ જ્ઞાન પણ આપશે.

9મી ડિસેમ્બર 2023ના રોજ ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદની સામે અમદાવાદમાં હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે રેડિક્સ બ્યુટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેનેડાથી આવી રહેલા ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ રિદ્ધિ ઇન્દ્રપુરી તમને ગુજરાતી અને હિન્દીમાં મેકઅપની ગૂંચવણો સમજાવશે.

કેનેડા જવા માગંતા લોકો તેમજ બ્યુટીશિયન તરીકે કાર્યરત લોકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષા ની બ્યુટીશિયન કેનેડા થી આવી મેકઅપ આર્ટિસ્ટ રીદધી ઇન્દ્રપુરી હાજર રહી મેકઅપ માટે ની નવી માહિતી આપશે. આ કાર્યક્રમ તા.9 ડિસેમ્બર ના રોજ હોટલ સિલ્વર કલાઉડ ખાતે યોજાશે. અને આ વર્કશોપમાં ટીવી સ્ટાર અને બિગબોસ ફેમ દેલનાઝ ઈરાની હાજર રહેશે.

આ આયોજન વિકિ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આમાં ભાગ લેવા ઓનલાઈન સાઇટS eminar.radixbeauty.com પર તેમજ ઓફલાઇન શહેર ના જાણીતા બ્યુટી પાર્લર ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
#bharatmirror #bharatmirror21 #news #ridhhiindrapuri #radixbeauty #ahmedabad
