નીતા લીંબાચિયા, અમદાવાદ.
30 ઓકટોબર 2023:
વ્પાયાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે અને મહિલા સાહસિકોને એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જલસા એક્ઝીબિશનનું આયોજન કર્યું હતું.
જલસા એક્ઝીબિશન સીમા હોલમાં યોજાયું હતું. એવી મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા આશરે 60 સ્ટોલ લગાવામાં આવ્યા હતા જેમણે ઘરે પ્રોડક્ટ બનાવી હતી પરંતુ ઉંચા ભાડાને કારણે હાઇ-પ્રોફાઇલ એક્ઝિબિશનમાં ભાગ લેવાનું તેમને પોષાતું નથી હોતું. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ આવી પ્રતિભાશાળી મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમની પ્રોડકટસ વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો.
ઓર્ગેનાઈઝર શિખા અગ્રવાલે એક્ઝિબિશન વિશે જણાવ્યું કે,‘સીમા હોલમાં જલસા ઈવેન્ટનો 175મો એક્ઝિબિશન શરૂ થયો ત્યારે એક્ઝિબિશનમાં દિવાળીને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવ ક્લેકશન રજૂ કરાયા હતા.’
“અમને અમારા હૃદયની નજીકના હેતુને આગળ વધારવા જલસા એક્ઝિબિશનનું આયોજન કરતા ખુશી થઇ હતી. અમે એ મહિલા ઉદ્યોગસાહસિકોને 60 સ્ટોલ ફાળવ્યા હતા જેઓ તેમના ઘરે બેસીને આરામથી નવીન પ્રોડક્ટસ બનાવે છે. બજારો અને ગ્રાહકો સુધી પહોંચવામાં તેઓ જે પડકારોનો સામનો કરે છે તેને અમે ઓળખીએ છીએ. અમારો ધ્યેય આ એક્ઝિબિશનના માધ્યમથી તેમનું સમર્થન કરવાનો હતો, તેઓને તેમની રચનાઓ પ્રદર્શિત કરવા અને સંભવિત ગ્રાહકો સાથે જોડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતું.”
#bharatmirror #bharatmirror21 #news #jalsaexhibition #vilayat #ahmedabad